T-20: આજે ફાઇનલનો મહાજંગ, દિલ્હીના શિરે શોભશે તાજ કે, મુંબઇ બનશે પાંચમી વાર વિજેતા ?

|

Nov 10, 2020 | 5:18 PM

  આજે 10, નવેમ્બર એટલે કે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર મુંબઇ ઇન્ડિયન્સ પોતાના પાંચમુ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. તો તેની સામે પ્રથમવાર ફાઇનલમાં પહોંચનારી અને આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપીટલ્સની ટીમ મેદાનમાં હશે. Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો આજનું રાશિફળ તારીખ : 27-04-2024 […]

T-20: આજે ફાઇનલનો મહાજંગ, દિલ્હીના શિરે શોભશે તાજ કે, મુંબઇ બનશે પાંચમી વાર વિજેતા ?

Follow us on

 

આજે 10, નવેમ્બર એટલે કે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર મુંબઇ ઇન્ડિયન્સ પોતાના પાંચમુ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. તો તેની સામે પ્રથમવાર ફાઇનલમાં પહોંચનારી અને આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપીટલ્સની ટીમ મેદાનમાં હશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આમ તો આવુ ખુબ ઓછુ થતુ હોય છે કે, સૌથી વધુ પ્રબળ દાવેદાર બે ટીમો જ ટાઇટલ માટે આપસમાં ટકરાય. મુંબઇએ 15 માંથી 10 મેચોમાં જીત મેળવી છે. જ્યારે દિલ્હીએ 16માંથી નવ મેચોને જીતી દર્શાવી છે. મુંબઇના ખેલાડીઓએ શરુઆતથી જ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. મુંબઇના બેટ્સમેનોએ 130 છગ્ગા લગાવ્યા છે, જ્યારે દિલ્હીએ 84 છગ્ગા લગાવ્યા છે.

ટી-20 લીગમાં સૌથી સફળ રહેલા કેપ્ટન રોહિત શર્માની નજર પાંચમા ખિતાબ પર હશે. ક્વિન્ટન ડીકોકનુ પ્રદર્શન ખાસ રીતે કાબીલે તારીફ રહ્યુ છે. ત્યાં રોહિત શર્માએ પણ પોતાની હેમસ્ટ્રીંગ ઇજાને લઇને તમામ આશંકાઓને સ્પષ્ટ કરીને સારી કેપ્ટનશીપ કરી હતી.

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ નહી થવાના ગમને ભુલી જઇને સુર્યકુમાર યાદવે બેટીંગ કરી છે. અત્યાર સુધીમાં તે 60 ચોગ્ગા ને 10 છગ્ગા લગાવી ચુક્યો છે. ઇશાન કિશને 29 છગ્ગા લગાવ્યા છે. દિલ્હીના બોલર કાગીસો રબાડા  29 વિકેટ ઝડપી છે. તો એનરીચ નોર્ત્ઝેએ 20 વિકેટ ઝડપી છે.

પાછલી બાર સિઝન દરમ્યાન દિલ્હી નબળુ હોવાનુ સાબિત થયા બાદ પ્રથમ વાર આ મુકામ પર પહોંચી છે. દિલ્હી માટે શિખર ધવન 600થી વધારે રન બનાવી ચુકી છે. હવે તેને જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના સચોટ યોર્કર અને ઇનસ્વિંગ નો સામનો કરવા માટે કંઇક ખાસ કરવુ પડશે.

 

આ સત્રમાં ત્રણ મેચોમાં મુંબઇએ દિલ્હી પર એક તરફી જીત નોંધાવી છે. બીજા ક્વોલીફાયરમાં લાગ્યુ કે દિલ્હીએ યોગ્ય ટીમ સંયોજન શોધી લીધુ છે. પારીની શરુઆત માર્કસ સ્ટોઇનીશથી કરાવવાનો નિર્ણય યોગ્ય રહ્યો. શ્રેયસ ઐયર અને ઋષભ પંતના સરેરાશ ફોર્મને જોતા શિમરોન હેટમેયર પર ઝડપી બેટીંગની જવાબદારી રહેશે. પાવર પ્લેમાં આર અશ્વિન પર પણ મોટી જવાબદારી રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

 

 

 

Next Article