Syed Mushtaq Ali Trophy નોક આઉટ સ્ટેજ કાર્યક્રમ, ક્વાર્ટર, સેમી અને ફાઇનલ મેચ મોટેરામાં રમાશે

|

Jan 23, 2021 | 8:40 AM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટ તેના અંતિમ પડાવમાં પહોંચી છે. 10 જાન્યુઆરી થી શરુ થયેલી આ ઘરેલુ સિઝનની પ્રથમ ટુર્નામેન્ટનો હવે નોકઆઉટ સ્ટેજ શરુ થવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવાર 22 જાન્યુઆરીએ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલ (Quarter Final), સેમિફાઇનલ (Semifinal) અને ફાઇનલ મેચો (Final Match) ના કાર્યક્રમનુ એલાન કરવામાં આવ્યુ છે.

Syed Mushtaq Ali Trophy નોક આઉટ સ્ટેજ કાર્યક્રમ, ક્વાર્ટર, સેમી અને ફાઇનલ મેચ મોટેરામાં રમાશે
Motera Stadium, Ahmedabad,

Follow us on

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટ તેના અંતિમ પડાવમાં પહોંચી છે. 10 જાન્યુઆરી થી શરુ થયેલી આ ઘરેલુ સિઝનની પ્રથમ ટુર્નામેન્ટનો હવે નોકઆઉટ સ્ટેજ શરુ થવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવાર 22 જાન્યુઆરીએ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલ (Quarter Final), સેમિફાઇનલ (Semifinal) અને ફાઇનલ મેચો (Final Match) ના કાર્યક્રમનુ એલાન કરવામાં આવ્યુ છે. ચારેય ક્વાર્ટર ફાઇનલ મેચ 26 અને 27 જાન્યુઆરીએ રમવામાં આવશે. ફાઇનલ અને કવાર્ટર ફાઇનલની તમામ મેચો અમદાવાદ (Ahmedabad) ના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. પ્રથમ મેચ કર્ણાટક (Karnataka) અને પંજાબ (Punjab)વચ્ચે રમવામાં આવશે. ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ રમાશે.

બાયો-સિક્યો માહોલમાં રમાઇ રહેલી આ ઘરેલુ ટુર્નામેન્ટના ગૃપ સ્ટેજમાં, શ્રેષ્ઠ પ્રદર્શનના દમ પર આઠ ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. કર્ણાટક, પંજાબ, હરિયાણા, વડોદરા, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, બિહાર અને રાજસ્થાનની ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. આ તમામ મેચ મોટેરા સ્ટેડીયમમાં થશે.

ગત સિઝનના ચેમ્પિયન કર્ણાટક અને પંજાબ વચ્ચે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. જે 26 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે રમાશે. તે જ દિવસે સાંજે 7 વાગ્યા થી બીજી ક્વાર્ટર ફાઇનલમાં તામિલનાડુ (Tamil Nadu) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની ટીમ આમને સામને રહેશે. 27 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલ બપોરે 12 વાગ્યે હરિયાણા (Haryana) અને બે વાર ના ચેમ્પિયન વડોદરા (Vadodara) થી થશે. સાંજે 7 વાગ્યા થી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. જે રાજસ્થાન (Rajasthan) અને બિહાર (Bihar) વચ્ચે હશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

29 જાન્યુઆરીએ બંને સેમીફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમીફાઇનલ માં બીજી અને ચોથી ક્વાર્ટર ફાઇનલ વિજેતા ટીમો ટકરાશે. જ્યારે સાંજે રમાનારી બીજી સેમીફાઇનલમાં પ્રથમ અને ત્રીજી ક્વાર્ટર ફાઇનલ વિજેતા ટીમો ટકરાશે. જેમાં વિજેતા નિવડનારી ટીમો વચ્ચે 31 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમાશે.

આ તમામ મેચો અમદાવાદમાં નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરામાં રમાશે. આ જ સ્ટેડિયમમાં આગામી મહિનાથી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમાશે. ઉપરાંત માર્ચ માસ દરમ્યાન બંને ટીમો વચ્ચે પાંચ ટી20 મેચ પણ આ મેદાન પર જ રમાશે.

Next Article