Syed Mushtaq Ali: અરુણ કાર્તિકની જબરદસ્ત બેટીંગે તમિલનાડુને ફાઈનલમાં પહોંચાડ્યુ, રાજસ્થાનની હાર

|

Jan 29, 2021 | 8:30 PM

સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy)ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં રાજસ્થાન (Rajasthan)ને 7 વિકેટથી હરાવીને તમિલનાડુ (Tamil Nadu)ની ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

Syed Mushtaq Ali: અરુણ કાર્તિકની જબરદસ્ત બેટીંગે તમિલનાડુને ફાઈનલમાં પહોંચાડ્યુ, રાજસ્થાનની હાર
અરુણ કાર્તિકે 54 બોલમાં અણનમ 89 રન ફટકાર્યા હતા. (Photo-BCCI)

Follow us on

સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy)ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં રાજસ્થાન (Rajasthan)ને 7 વિકેટથી હરાવીને તમિલનાડુ (Tamil Nadu)ની ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તામિલનાડુ તરફથી અરુણ કાર્તિક (Arun Karthik) જબરદસ્ત બેટીંગ કરતા 54 બોલમાં જ અણનમ 89 રન ફટકાર્યા હતા. જ્યારે બોલીંગમાં એમ મહંમદે (M Mohammad) ચાર વિકેટ હાંસલ કરી હતી. રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા 155 રનના લક્ષ્યને તામિલનાડુની ટીમે 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ઝડપી હતી. આ પહેલા રાજસ્થાનની ટીમ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

 

 

તમિલનાડુની ટીમે પાછળની સિઝનની ફાઈનલ મેચમાં કર્ણાટકના સામે એક જ રને હાર સહવી પડી હતી. અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જે નિર્ણય તેનો ઉલ્ટો પડ્યો હોય એવી સ્થિતી સર્જાઈ હતી. રાજસ્થાનના કેપ્ટન અશોક મેનારિયાએ 32 બોલમાં 51 રનની ઈનીંગ રમી હતી, એમ છતાં તમિલનાડુએ તેમની ટીમને 154 રનના સ્કોરે જ અટકાવી દીધી હતી. રાજસ્થાને શરુઆતમાં જ પોતાના ઓપનર ભરત શર્માને શૂન્ય રન પર જ ગુમાવી દીધો હતો. આદિત્ય ગઢ઼વાલ પણ 29 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે રમતને ઝડપી કરવાના પ્રયાસ સાથે સારી શરુઆત આપી હતી, પરંતુ લાંબુ ક્રિઝ પર ટકી શક્યો નહોતો.

 

 

સાંઈ કિશોરે મેનારિયાને પેવિલીયન મોકલ્યો જ્યારે ફોર્મમાં ચાલી રહેલા, મહિમાલ લોમરોર મોટી રમત રમવામાં સફળ રહ્યો નહોતો. અંતિમ ચાર ઓવરમાં રાજસ્થાન માત્ર 24 રન જ જોડી શક્યુ હતુ, જે દરમ્યાન પાંચ વિકેટ ટીમે ગુમાવી દીધી હતી. 155 રનના લક્ષ્યાંકને પાર કરવા મેદાને આવેલી તામિલનાડુની ટીમની શરુઆત સારી રહી નહોતી. હરિ નિશાંત ચાર રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ બાબા અપરાજિત પણ માત્ર બે જ રન કરી શક્યો હતો. અરુણ કાર્તિક અને દિનેશ કાર્તિક ટીમને સંભાળી લીધી હતી. બંનેએ વિકેટ નહીં પડવા દઈને ટીમને જીત જ નહી પરંતુ ફાઈનલ સુધી પહોંચાડી દીધી હતી.

 

આ પણ વાંચો: BHARUCH: ખેડૂત નેતા રાકેશ ટીકૈતના સમર્થનમાં ઉતર્યા BTPના ધારાસભ્ય છોટુ વસાવા

Next Article