સૂર્યકુમારે IPLમાં કોહલી સાથે કરી ગડબડ પછી ટ્વીટર પર કંઇક આવુ લખી દીધુ

|

Nov 18, 2020 | 7:47 AM

સૂર્યકુમાર યાદવ આજકાલ સમાચારોમાં ખુબ ચમકતો રહે છે. પહેલા આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવાને લઇને તે સમાચાર માધ્યમોના આકર્ષણનુ કેન્દ્ર રહ્યો હતો. હવે તે સોશિયલ મિડીયામાં પોતાની એક્ટિવિટીને લઇને તે ચમકતો રહે છે. તેની સાથે હવે આ પ્રકારે હવે વિરાટ કોહલીનુ નામ પણ  જોડાયુ છે. 16 નવેમ્બરે ખાસ્સો હંગામો સોશિયલ મિડીયા પર મચી ગયો હતો, જ્યારે […]

સૂર્યકુમારે IPLમાં કોહલી સાથે કરી ગડબડ પછી ટ્વીટર પર કંઇક આવુ લખી દીધુ

Follow us on

સૂર્યકુમાર યાદવ આજકાલ સમાચારોમાં ખુબ ચમકતો રહે છે. પહેલા આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવાને લઇને તે સમાચાર માધ્યમોના આકર્ષણનુ કેન્દ્ર રહ્યો હતો. હવે તે સોશિયલ મિડીયામાં પોતાની એક્ટિવિટીને લઇને તે ચમકતો રહે છે. તેની સાથે હવે આ પ્રકારે હવે વિરાટ કોહલીનુ નામ પણ  જોડાયુ છે. 16 નવેમ્બરે ખાસ્સો હંગામો સોશિયલ મિડીયા પર મચી ગયો હતો, જ્યારે તેણે કોહલીના મજાક ઉડાવતા મીમને ટ્વીટર પર લાઇક કર્યો હતો. આ મીમ દ્રારા રોહિત શર્માની તારીફ કરતા કોહલીને પેપર કેપ્ટન કહેવામાં આવ્યો હતો. જોકે બાદમાં સુર્યકુમારે આ ટ્વીટને અનલાઇક કરી દીધી હતી જોકે તે કોહલીના ફેન્સના નિશાન પર આવી ગયો હતો.

હવે સૂર્યકુમારે કોહલીની સાથે વિવાદની અટકળો પર વિરામ લગાવતા તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. કોહલીએ 17 નવેમ્બરે સિડનીમાં પ્રેકટીસનો વિડીયો પોસ્ટ કર્યો હતો. આની પર કોમેન્ટ કરતા સૂર્યકુમારે લખ્યુ હતુ કે, જબદરસ્ત ઉર્જા, જબરદસ્ત અવાજ. દબદબાવાળી બેટીંગનો અધીરાઇથી ઇંતઝાર.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેણે કોહલીની અનેક ટ્વીટને લાઇક પણ કરી છે. પરંતુ આ પહેલા આઇપીએલ 2020 માં કોહલી અને તેના વચ્ચે એક મેચમાં ચકમક થઇ હતી. આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે થયેલી એક મેચમાં સૂર્યકુમાર ઘણાં સમય સુધી કોહલીને ઘુરતો રહ્યો હતો. આ મેચ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ભારતીય ટીમની પસંદગી પછી થઇ હતી. સૂર્યકુમાર ટી-20 ટીમમાં પસંદ થવા માટે દાવેદાર મનાતો હતો, પરંતુ તેને પસંદ નહોતો કરવામાં આવ્યો. આવામાં સૂર્યકુમાર ઘણો ગુસ્સામાં જોવામાં મળી રહ્યો હતો. તે મેચમાં તેણે અણનમ અર્ધ શતક લગાવ્યુ હતુ અને મુંબઇને જીત અપાવી હતી.


સુર્યકુમારે કોહલીની પોસ્ટ પર લાઇક કરવાથી સર્જેલા વિવાદોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ જણાવી દઇએ એક માસના અંતે ઓસ્ટ્રેલીયા પ્રવાસની પ્રથમ ક્રિકેટ મેચ વન ડે સિરીઝ ના રુપે યોજાશે. બાદમાં ટી-20 સિરીઝ અને અંતમાં ચાર ટેસ્ટ મેચ રમાશે. જેમાં એક ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. જે પ્રથમ મેચ રમીને કોહલી રજા પર ઉતરી ભારત પરત ફરશે.

https://twitter.com/surya_14kumar/status/1328675699498971136?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article