સુરેશ રૈના કોરોના કાળમાં પાર્ટી કરતો ઝડપાયો, હાઇપ્રોફાઇલ નાઇટ પાર્ટી પર મુંબઇ પોલીસે દરોડો પાડ્યો હતો
ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાની સોમવારે મુંબઈના નાઈટ ક્લબમાં ધરપકડ કરવામાં આવી હતી. રૈનાની કોરોના વાયરસ પ્રોટોકોલ તોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેનો બાદમાં જામીન પર છુટકારો થયો હતો. રૈના મુંબઇ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાય ક્લબમાં પાર્ટી માણી રહ્યો હતો. ડ્રેગન ફ્લાય ક્લબ મુંબઇ એરપોર્ટ નજીક આવેલી હોટલ મેરિયોટ ખાતે આવેલી છે. […]
ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાની સોમવારે મુંબઈના નાઈટ ક્લબમાં ધરપકડ કરવામાં આવી હતી. રૈનાની કોરોના વાયરસ પ્રોટોકોલ તોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેનો બાદમાં જામીન પર છુટકારો થયો હતો. રૈના મુંબઇ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાય ક્લબમાં પાર્ટી માણી રહ્યો હતો. ડ્રેગન ફ્લાય ક્લબ મુંબઇ એરપોર્ટ નજીક આવેલી હોટલ મેરિયોટ ખાતે આવેલી છે. જે મુંબઈની પોશ ક્લબમાંની એક છે. રિપોર્ટ્સ અનુસાર, આ પાર્ટીમાં મોટા ચહેરાઓ સામેલ હતા.
મુંબઈ પોલીસે ક્લબમાંથી સાત સ્ટાફ કર્મીઓ સાથે 34 લોકોની ધરપકડ કરી હતી. રૈનાની સાથે, ગાયક ગુરુ રંધાવા પણ પાર્ટીમાં હાજર હતા. મુંબઇ પોલીસે એક સત્તાવાર નિવેદન બહાર પાડતાં કહ્યું કે, પોલીસે મોડી રાત્રે ડ્રેગન ફ્લાય ક્લબ પર દરોડો પાડ્યો હતો. આ પાર્ટી કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી યોજવામાં આવી રહી હતી. સામેલ લોકોએ ન તો માસ્ક પહેરતા હતા, કે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું.
આઈપીસીની કલમ 188, 269 અને 34 નો ભંગ બદલ સાહાર પોલીસ સ્ટેશનમાં 34 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસો પછી મહારાષ્ટ્રએ નિયમોને ખૂબ કડક બનાવ્યા છે. રાજ્યમાં રાત્રીના 11 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરેલ છે. ઉપરાંત 31 ડિસેમ્બર સુધી યુકે થી આવતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે.
સુરેશ રૈના આ વર્ષે અનેક કારણોસર સમાચારમાં હતો. આ વર્ષે 15 ઓગસ્ટે પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઈપીએલ ની 2020 સીઝન માટે દુબઇ ગયો, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં તે પરત આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વિવાદ પણ બહાર આવ્યો હતો. રૈના હવે ઉત્તર પ્રદેશથી સૈયદ મુસ્તાક ટ્રોફી સાથે ટી20માં વાપસી કરશે.