સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

ભારતના સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારા સુનીલ કુમાર ત્રીજો ભારતીય છે. આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન! રોમન રેંન્કિગ સીરિઝમાં ગોલ્ડ મેડલ વિજેતા સુનીલે ફાઈનલમાં કિર્ગિસ્તાનના અજત સલીદિનોચવને હરાવ્યો […]

સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ
TV9 Webdesk12

|

Feb 19, 2020 | 12:47 PM

ભારતના સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારા સુનીલ કુમાર ત્રીજો ભારતીય છે.

Image result for sunil kumar gold medal

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

રોમન રેંન્કિગ સીરિઝમાં ગોલ્ડ મેડલ વિજેતા સુનીલે ફાઈનલમાં કિર્ગિસ્તાનના અજત સલીદિનોચવને હરાવ્યો હતો. આ એકતરફી સ્પર્ધામાં 5-0થી મજબૂત હરીફાઈ દ્વારા તેમણે સુવર્ણ ચંદ્રક પોતાને નામે કર્યો હતો. ગયા વર્ષે 2019માં હારનો સામનો કરતા સુનિલ કુમારને રજત ચંદ્રકથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે સુનિલ કુમારે પોતાના મેડલનો રંગ બદલવામાં સફળ રહ્યો છે. આ સાથે જ ગ્રીકો રોમન કેટેગરીમાં ભારત છેલ્લા 27 વર્ષથી ગોલ્ડ મેડલ માટે રાહ જોઈ રહ્યું હતું. ત્યારે સુનીલ કુમારે આ 27 વર્ષના લાંબા ઈન્તઝારને હવે પોતાના નામ સાથે પુરો કરી દીધો હતો. તેમની પહેલા પપ્પુ યાદવે આ કેટેગરીમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati