Gavaskar: ટીમ ઇન્ડીયામાં મતભેદને લઇ ગાવસ્કરના આકરા વેણ, નટરાજનને લઇ કોહલી પણ નિશાને

|

Dec 24, 2020 | 7:43 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) હાલની ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, આર અશ્વિન (R Ashwin) અને ટી નટરાજન (T Natarajan) જેવા ખેલાડીઓને જોઇને કહી માની શકાયે છે કે, વિભિન્ન ખેલાડીઓ માટે વિભિન્ન નિયમ છે. ગાવાસ્કરે સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પણ કટાક્ષ કર્યો. તેમને […]

Gavaskar: ટીમ ઇન્ડીયામાં મતભેદને લઇ ગાવસ્કરના આકરા વેણ, નટરાજનને લઇ કોહલી પણ નિશાને

Follow us on

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) હાલની ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, આર અશ્વિન (R Ashwin) અને ટી નટરાજન (T Natarajan) જેવા ખેલાડીઓને જોઇને કહી માની શકાયે છે કે, વિભિન્ન ખેલાડીઓ માટે વિભિન્ન નિયમ છે. ગાવાસ્કરે સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પણ કટાક્ષ કર્યો. તેમને પોતાના સંતાનના જન્મને લઇને ઓસ્ટ્રેલીયા થી ભારત આવા માટે અનુમતિ મળી ગઇ, ટી નટરાજન આઇપીએલ (IPL) ના પ્લેઓફ (Playoffs) દરમ્યાન પિતા બન્યો હતો. જે હજુ પણ પોતાની પુત્રીને જોઇ શક્યો નથી.

ગાવાસ્કરે સ્પોર્ટ્સસ્ટાર ને માટેની પોતાની કોલમમાં લખ્યુ કે, ખૂબ લાંબા સમય સુધી અશ્વિનને ફક્ત પોતાની બોલીંગ ક્ષમતાને લઇને નુકશાન નથી થયુ. ટીમ મીટીંગમાં મોટાભાગના લોકો અસહમત હોવા પર પણ માથુ હલાવે છે. ત્યાં અશ્વિન પણ સ્પષ્ટવાત અને મિટીંગમાં પોતાના મનની વાત કહેવાને લઇને નિશાના પર રહ્યો છે. તેમણે કહ્યુ કે કોઇ પણ અન્ય દેશ એક આવા બોલરનુ સ્વાગત કરશે. જેની પાસે 350 થી વધુ ટેસ્ટ ક્રિકેટ હોય. તે ચાર ટેસ્ટ શતક પણ ના ભૂલાય. જોકે અશ્વિનને એક મેચમાં વિકેટ નથી મળતી તો તેને આગળની મેચમાં બહાર કરી દેવામાં આવે છે. જોકે આ વાત સ્થાપિત બેટ્સમેનો માટે નથી હોતી. ભલે તે એક રમતમાં અસફળ રહે, તો પણ તેને એક ઓર મોકો મળે છે. જ્યારે અશ્વિન માટે બીજો નિયમ લાગુ થાય છે.

સાથે જ કહ્યુ કે નટરાજનને માત્ર એક નેટ બોલરના રુપમાં ત્યાં રહેવા પર મજબૂર કર્યો હતો. જ્યારે સીમીત ઓવરની સીરીઝ કે જેનો તે હિસ્સો હતો, તે સમાપ્ત થઇ હતી. તેમણે કહ્યુ કે એક બીજો ખેલાડી તેના માટે નિયમ આશ્વર્યચકિત કરશે. જોકે નિશ્વિત રુપે તે આ માટે બોલી શકશે નહી. કારણ કે તે નવો છે. તે ટી નટરાજન છે. ડાબા હાથનો યોર્કર ફેંકવા વાળો ઝડપી બોલર. જેણે ટી20માં શાનદાર શરુઆત કરી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પ્રથમ વાર ટી20 પુરસ્કાર તેને આપ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આગળ પણ કહ્યુ કે, નટરાજન આઇપીએલ પ્લેઓફ દરમ્યાન પ્રથમ વાર પિતા બન્યો હતો. તેને સીધો જ યુએઇ થી ઓસ્ટ્રેલીયા લઇ જવાયો હતો. ત્યાર બાદ તેના શાનદાર પ્રદર્શનને લઇને ટેસ્ટ સીરીઝ માટે ત્યાં જ રોકાઇ જવા માટે કહેવામાં આવ્યુ હતુ. જોકે ટીમના હિસ્સાના સ્વરુપે નહી, પરંતુ નેટ બોલરના રુપમાં. ગાવાસ્કરે આગળ પણ કહ્યુ હતુ કે, તે હવે સીરીઝ પુરી થવા બાદ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઘરે પહોંચી શકશે. ત્યારે તે પોતાની પુત્રીને પહેલી વાર જોઇ શકશે. ત્યા કેપ્ટન પોતાના પ્રથમ સંતાનના જન્મ માટે પ્રથમ ટેસ્ટ બાદ જ પરત ફરી ગયો છે.

Next Article