ભારતીય ખેલાડીઓ સાથે કરાતુ હતુ અજીબ વર્તન, લિફ્ટ સ્પેશ શેર પણ પ્રતિબંધ હતી, અશ્વિનનો ગંભીર આરોપ

|

Jan 24, 2021 | 6:18 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા (India vs Australia) સામે તેની જ ધરતી પર જબદરસ્ત વિજય ટીમ ઇન્ડીયા (Team India) એ મેળવ્યો છે. ભારતે 2-1 થી ઓસ્ટ્રેલીયા સામેને ટેસ્ટ શ્રેણી જીતી લઇને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પોતાને નામે કરી લીધી હતી. સતત બીજીવાર આ ટ્રોફી ભારતે જીતી લીધી છે.

ભારતીય ખેલાડીઓ સાથે કરાતુ હતુ અજીબ વર્તન, લિફ્ટ સ્પેશ શેર પણ પ્રતિબંધ હતી, અશ્વિનનો ગંભીર આરોપ
ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ લિફ્ટમાં હોય તો, ભારતીય પ્લેયરોને લિફ્ટમાં જવાની મંજૂરી નહોતી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા (India vs Australia) સામે તેની જ ધરતી પર જબદરસ્ત વિજય ટીમ ઇન્ડીયા (Team India) એ મેળવ્યો છે. ભારતે 2-1 થી ઓસ્ટ્રેલીયા સામેને ટેસ્ટ શ્રેણી જીતી લઇને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પોતાને નામે કરી લીધી હતી. સતત બીજીવાર આ ટ્રોફી ભારતે જીતી લીધી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની ગેરહાજરીમાં અને ખેલાડીઓને ઇજાઓની વિષમ પરિસ્થીતી વચ્ચે સંઘર્ષ ટીમ ઇન્ડીયાએ કર્યો હતો. કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમ ઇન્ડીયાને આ પરિસ્થિતીઓમાં પણ જીતાડીને ઇતિહાસ રચી દીધો હતો. આ પ્રવાસ દરમ્યાન એવી પણ ઘટનાઓ થઇ હતી કે જેને લઇને ખૂબ વિવાદ પણ રહ્યા હતા.

સિડની ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને મહંમદ સિરાજે (Mohammad Siraj) ઓસ્ટ્રેલીયાના દર્શકોએ જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી. જ્યારે બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ને લઇને ક્વિસલેન્ડ સરકાર (Queensland government) ના વિવાદીત નિવેદન પણ ચર્ચામાં રહ્યા હતા આ દરમ્યાન રવિચંદ્રન અશ્વિને (R Ashwin) સિડની ટેસ્ટ (Sydney Test) સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે.

રવિચંદ્રન અશ્વિન એ બતાવ્યુ હતુ કે, સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલીયાના પ્લેયરો સાથે એક સાથે લિફ્ટમાં આવવા જવાની અનુમતિ નહોતી. એક પણ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડી લિફ્ટમાં હોય ત્યારે ભારતીય ખેલાડી તે લિફ્ટની અંદર જઇ શકતો નહોતો. ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સાથે યુટ્યુબ પર વાત કરતા અશ્વિન એ આ વાત કહી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેણે કહ્યુ, અમે સિડને પહોંચ્યા ત્યારે તેઓએ અમારી પર અનેક પ્રકારની પાબંધીઓ લગાવી દીધી હતી. સિડનીમાં એક ખૂબ જ અજીબ ઘટના થઇ હતી. સાચુ કહુ તો તે ખૂબ અજીબ હતુ. ભારત અને ઓસ્ટ્રેલીયા બંને બાયોબલબલમાં હતા. પરંતુ ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ લિફ્ટમાં હોય તો, ભારતીય પ્લેયરોને લિફ્ટમાં જવાની મંજૂરી આપતા નહોતા. અશ્વિન એ બતાવ્યુ હતુ કે, આ પ્રકારનુ વર્તન ભારતીય ખેલાડીઓને ખૂબ અયોગ્ય લાગ્યુ હતુ.

ઓફ સ્પિનર અશ્વિને આગળ પણ કહ્યુ હતુ કે, સિરીયસલી ગાયસ, અમેને તે સમયે ખૂબ જ ખોટુ લાગ્યુ હતુ. અમે બધા એક જ બબલમાં હતા. પરંતુ તમે લિફ્ટમાં જઇ શકો છો. પરંતુ એક જ બબલમાં રહેતા બીજા ખેલાડીની સાથે બાકીની સ્પેશ શેર કરી શકતા નથી. તેને સહન કરવુ ખૂબ મુશ્કેલ હતુ. અમે બધા એક બબલમાં હતા, પરંતુ આપ લિફ્ટમાં જઇ શકતા નતી, સ્પેશ શેર કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, સિડની ટેસ્ટના જ ત્રીજા અને ચોથા દિવસે સિરાજ અને બુમરાહની સાથે અભદ્ર ભાષા પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની ફરીયાદ સિરાજ એ મેચ દરમ્યાન કરી હતી, મેચ રોકીને પોલીસ બોલાવવી પડી હતી અને છ લોકોને સ્ટેડીયમ થી બહાર ખદેડવામાં આવ્યા હતા.

Next Article