Big Bash Romance : લાઈવ મેચ દરમિયાન કેપ્ટને બોલરને કિસ કરી, ફેન્સે કહ્યું આ બીજો પ્રેમ છે

|

Dec 23, 2021 | 12:34 PM

બિગ બેશ લીગ (BBL) T20 ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. લીગની 16મી મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સનો સામનો સિડની સિક્સર્સ સામે થયો હતો. સિડની સિક્સર્સે પોતાના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે મેચ ચાર વિકેટે જીતી લીધી હતી.

Big Bash Romance : લાઈવ મેચ દરમિયાન કેપ્ટને બોલરને કિસ કરી, ફેન્સે કહ્યું આ બીજો પ્રેમ છે
Peter Siddle (File Photo)

Follow us on

Big Bash Romance : બિગ બેશ લીગ (BBL) T20 ક્રિકેટ લાઈવ મેચ (Cricket Live Match) દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ (Adelaide Strikers)નો કેપ્ટન પીટર સિડલ (Peter Siddle) લાઈવ મેચ દરમિયાન પોતાના બોલર ડેનિયલ વોરેલને ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો.

એડિલેડ સ્ટ્રાઈકર્સ (Adelaide Strikers)ની ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેમના 147 રનના સ્કોરનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. કેપ્ટન પીટર સિડલે (Peter Siddle) પહેલી ઓવર ડેનિયલ વોરેલને ફેંકી. ઓવર દરમિયાન સિડલ સર્કલની અંદર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. પ્રથમ બોલ પછી, સિડલ અને વોરેલે પહેલા ખૂબ જ મજેદાર વાતચીત કરી, તે પછી સિડલે વોરેલને ગાલ પર કિસ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

 

VIDEO વાયરલ થયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ કરી

સિડલ અને વોરેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે કેપ્ટન પોતાના બોલરને વિકેટ લેવા માટે પ્રેરિત કરી રહ્યો છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે આ એક અલગ પ્રકારનો પ્રેમ છે.

મેચ પરિણામ

મેચમાં પ્રથમ બેટિંગ કરતા એડિલેડ સ્ટ્રાઈકર્સે (Adelaide Strikers)આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટ ચાર બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ ઇનિંગ દરમિયાન પીટર સિડલ અને વોરેલને એક પણ વિકેટ મળી ન હતી. સિડલે 3.2 ઓવરમાં 40 રન આપ્યા જ્યારે વોરેલે 27 રન બનાવ્યા.

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા જેવી મજબૂત નથી પરંતુ તેમની પાસે ક્વોલિટી ખેલાડીઓ છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે.

આ પણ વાંચો : UP Elections 2022: PM Modi પશ્ચિમ યુપીને મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ભેટ આપશે ! 4 જાન્યુઆરીએ મોટી ચૂંટણી રેલી કરી શકે છે

Next Article