Bangladesh: સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસને PM નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, કહ્યુ જબરસ્ત લીડરશીપ

|

Mar 27, 2021 | 11:08 AM

બાંગ્લાદેશ (Bangladesh) ના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઇ શક્યો નથી. તે હાલમાં પેટરનિટી લીવ પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા ભારતના પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને લઇને તેણે પ્રતિક્રિયા આપી હતી.

Bangladesh: સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસને PM નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, કહ્યુ જબરસ્ત લીડરશીપ
Narendra Modi-Shakib Al Hasan

Follow us on

બાંગ્લાદેશ (Bangladesh) ના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઇ શક્યો નથી. તે હાલમાં પેટરનિટી લીવ પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા ભારતના પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને લઇને તેણે પ્રતિક્રિયા આપી હતી. શાકિબે પીએમ મોદી (PM Modi) નો આભાર માનવા સાથે તેમના વખાણ પણ કર્યા હતા. શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

એએનઆઇ દ્રારા મળતી જાણકારી મુજબ શાકિબ એ કહ્યુ હતુ કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મળીને ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છુ. શાકિબે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, તેમની યાત્રા બંને દેશો માટે ખૂબ ફળદાયી રહેશે. ભારત માટે તેમણે જે લીડરશીપ દર્શાવી છે, તે જબરરદસ્ત છે. આશા કરુ છુ કે, ભવિષ્યમાં ભારત આગળ વધવાનુ જારી રાખે અને ભારત સાથે ના અમારા સંબંધો દિવસે દિવસે વધારે શ્રેષ્ઠ થતા રહે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આઇપીએલ માં પણ જોવા મળશે, શાકિબ અલ હસન

બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી શાકિબ અલ હસન આઇપીએલમાં રમતો જોવા મળશે. શાકિબને કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ દ્રારા ખરીદવામાં આવ્યો હતો. હવે તે આઇપીએલમાં ભાગ લેવા માટે જલદી થી ભારત આવી પહોંચશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એ પણ તેને આઇપીએલમાં રમવા માટે એનઓસી આપી દીધી છે. દરમ્યાન તેના માટે એ વી પણ ચર્ચાઓ રહી હતી કે, બાંગ્લાદેશ બોર્ડ તેની એનઓસી પરત લેશે, પરંતુ હવે તે સ્થિતી પણ સ્પષ્ટ બની ચુકી છે અને તે આઇપીએલમાં રમનારો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે, તેઓ શાકિબની એનઓસી પરત નહી લે.

આઇપીએલમાં પહેલા પણ શાકિબ અલ હસન કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમી ચુક્યો છે. ત્યાર બાદ તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પણ રમ્યો છે. પાછળના વર્ષે આઇસીસી ના બેન ને લઇને તે ટુર્નામેન્ટમાં ભાગ લઇ શક્યો નહોતો. ફિક્સરો દ્રારા સંપર્ક કરવાની વાતને નહી બતાવવાને લઇને તેને સજા કરાવમાં આવી હતી. જોકે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. હાલમં જ તે વેસ્ટઇન્ડીઝ સામે વન ડે સિરીઝમાં મેદાન પર પરત આવ્યો હતો. જેમાં તેણે પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Next Article