ટીમ ઈન્ડિયાએ નિરાશ કર્યા તો શું થયું આ ભારતીયે ઓસ્ટ્રેલિયા સાથે T20 વર્લ્ડકપ જીત્યો, જાણો કોણ છે આ વ્યક્તિ ?

|

Nov 15, 2021 | 2:47 PM

મિશેલ માર્શના 50 બોલમાં અણનમ 77 રન અને ડેવિડ વોર્નરની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ટીમ ઈન્ડિયાએ નિરાશ કર્યા તો શું થયું આ ભારતીયે ઓસ્ટ્રેલિયા સાથે T20 વર્લ્ડકપ જીત્યો, જાણો કોણ છે આ વ્યક્તિ ?
Australia Cricket Team

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) જીતવામાં નિષ્ફળ રહી. સુપર-12માં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારને કારણે તેમનો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ સાથે જ ભારતનું બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.

ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં આ ખિતાબ જીત્યો હતો. પરંતુ એક ભારતીય છે જેણે 2021નો T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં રહીને તેને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આ ભારતીયનું નામ છે શ્રીધરન શ્રીરામ (Sridharan Sriram). તે ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. તેણે એરોન ફિન્ચની ટીમ સાથે ટી20 ક્રિકેટનો સૌથી મોટો ખિતાબ પણ જીત્યો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

શ્રીધરન શ્રીરામ (Sridharan Sriram) ઓસ્ટ્રેલિયન ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે છે. તે 2015માં સ્પિન બોલિંગ આસિસ્ટન્ટ તરીકે ટીમ સાથે જોડાયો હતો. આ પછી તેના કામે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને બોર્ડને ખૂબ પ્રભાવિત કર્યા. આ કારણે તે આસિસ્ટન્ટ કોચ બન્યો. આ રીતે તે ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ ભાગ બની ગયો.

શ્રીરામ (Sridharan Sriram) ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. તેણે આઠ વનડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે 81 રન બનાવ્યા હતા. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શ્રીરામના આંકડા આશ્ચર્યજનક છે. અહીં તેણે 133 મેચમાં 52.99ની એવરેજથી 9539 રન બનાવ્યા. જેમાં 32 સદી અને 36 અડધી સદી સામેલ છે. શ્રીરામ આઈપીએલમાં આરસીબી ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે અહીં બેટિંગ અને સ્પિન બોલિંગ કોચ હતો.

ફાઇનલ કેવી હતી

ટી20 વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો મિશેલ માર્શના 50 બોલમાં અણનમ 77 રન અને ડેવિડ વોર્નરની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવીને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે કેપ્ટન કેન વિલિયમસનની 48 બોલમાં 85 રનની ઈનિંગની મદદથી ચાર વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ‘મોટી મેચના ખેલાડીઓ’ વોર્નર (38 બોલમાં 53 રન) અને માર્શે સાત બોલ બાકી રહેતા માત્ર બે વિકેટ ગુમાવીને ટીમને જીત અપાવી હતી.

બે વર્ષ પહેલા 50 ઓવરના વર્લ્ડ કપમાં કમનસીબે ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં હારી ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમને ફરી એકવાર ICC ટૂર્નામેન્ટમાં રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તે લોકોની માન્યતાને પણ તોડી નાખી જેઓ ટી20 ક્રિકેટને ઝડપી ફોર્મેટના માસ્ટર્સની રમત માને છે. તેણે ટીમમાં ચાર ટેસ્ટ નિષ્ણાત ઝડપી બોલર પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્ટીવ સ્મિથનો સમાવેશ કર્યો હતો.

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

Next Article