રમતગમત મંત્રાલયની એકેડમી સહાય યોજના શુટર નારંગે વખાણી, કહ્યુ પ્રતિભાશાળી ખેલાડીની શોધ વધુ મજબૂત બનશે

|

Nov 15, 2020 | 10:22 AM

રમત ગમત મંત્રાલય આગળના ચાર વર્ષમાં ખેલો ઇન્ડિયા યોજના હેઠળ 500 એકેડેમી ને આર્થિક સહાયતા આપવાને લઇને નવા પ્રોત્સાહન આયોજનનુ એલાન કરવામાં આવ્યુ છે. જેને કારણે એકેડેમી સ્તરે તેમના ખેલાડીઓને ઉપલબ્ધી, ગુણવત્તા તેમજ કોચ અને રમતના સ્તર ઉપરાંત વિજ્ઞાન સુવિધાઓ પણ મળી રહેશે. અને તેના આધારે તેમને અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવશે. Web Stories View […]

રમતગમત મંત્રાલયની એકેડમી સહાય યોજના શુટર નારંગે વખાણી, કહ્યુ પ્રતિભાશાળી ખેલાડીની શોધ વધુ મજબૂત બનશે

Follow us on

રમત ગમત મંત્રાલય આગળના ચાર વર્ષમાં ખેલો ઇન્ડિયા યોજના હેઠળ 500 એકેડેમી ને આર્થિક સહાયતા આપવાને લઇને નવા પ્રોત્સાહન આયોજનનુ એલાન કરવામાં આવ્યુ છે. જેને કારણે એકેડેમી સ્તરે તેમના ખેલાડીઓને ઉપલબ્ધી, ગુણવત્તા તેમજ કોચ અને રમતના સ્તર ઉપરાંત વિજ્ઞાન સુવિધાઓ પણ મળી રહેશે. અને તેના આધારે તેમને અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ માટે 2028 ની ઓલંપિકના માટે પ્રાથમિકતા ના સ્વરુપ પસંદ કરવામાં આવેલા 14 રમતોને શામેલ કરવામાં આવ્યા છે. રમત ગમત પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યુ છે કે, આ પ્રકારની સંસ્થાઓને સહયોગ કરવો જરુરી છે. કારણ કે દુર અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓને શોધવી અને તેમને તૈયાર કરી શકાશે. જેના દ્રારા બધી જ એકેડેમી ને ખાસ કરીને પાયાની સ્થિતીને શ્રેષ્ઠ કરવાની દિશામાં કોશિશ કરી રહેલી એકેડમીની મદદ મળશે.

ઓલંપિક મેડલ વિજેતા અને નિશાનેબાજ ગગન નારંગે આ મુદ્દા પર કહ્યુ છે કે, આ એક એકેડેમીનુ મનોબળ વધારવાની દિશામાં પગલુ છે. જેનાથી આગળ જતાં વિશ્વસ્તરીય આધારભુત સંરચના તૈયાર કરવામાં પણ મદદ મળી રહેશે. ગગન નારંગ પણ પોતાની એકેડમમી ગન ફોર ગ્લોરી ચલાવી રહ્યા છે.

રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ એ પણ સરકાર અને ભારતીય ખેલ પ્રાધિકરણ નો આભાર માનતા કહ્યુ હતુ કે, આ આગળ વધવાની દિશામાં ભરેલુ મહત્વપુર્ણ કદમ છે.

https://twitter.com/gaGunNarang/status/1327496444253663233?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article