Sports Authority Of India : વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ માટે રમત વિભાગ યોજશે ફિટ ઇન્ડિયા ક્વિઝ, 13 ભાષામાં યોજાશે આ ક્વિઝ

|

Jul 05, 2021 | 2:23 PM

વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી શાળાઓની શારિરીક પ્રવુતિઓથી અળગા રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા ક્વિઝ યોજવામાં આવશે.

Sports Authority Of India : વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ માટે રમત વિભાગ યોજશે ફિટ ઇન્ડિયા ક્વિઝ, 13 ભાષામાં યોજાશે આ ક્વિઝ
Fit India Quiz

Follow us on

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી તમામ શૈક્ષણિક પ્રવુતિઓ બંધ છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ (Fitness) અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી શાળાઓની શારિરીક પ્રવુતિઓથી અળગા રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ (Fitness) અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા ક્વિઝ યોજવામાં આવશે. આ ક્વિઝમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પરંતુ આ ક્વિઝમાં જોડાવવા માટે જે-તે શાળાઓનું ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ફિટ ઈન્ડિયા ક્વિઝએ (Fit India Quiz) ભારતીય રમત વિભાગની સૌથી મોટી ક્વિઝ છે.

આ ક્વિઝમાં માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પરંતુ, ફિટ ઇન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા માટે શાળાએ ફિટ ઇન્ડિયા વેબસાઇટમાં રજિસ્ટ્રેશન (Registration) કરવું ફરજીયાત છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ (Fit India Movement) અંતર્ગત ભારતીય રમત વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા ક્વિઝનું (Quiz) આયોજન કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શાળામાંથી બે વિદ્યાર્થીઓ લઈ શકશે ભાગ

ફિટ ઇન્ડિયા ક્વિઝમાં જોડાવવા માટે શાળાઓનું ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. ઉપરાંત ક્વિઝમાં  દરેક શાળામાંથી બે વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ક્વિઝ માટે પ્રત્યેક વિદ્યાર્થીના (Per Student)  રજિસ્ટ્રેશન પેટે રૂપિયા 250 ની ફી નિયત કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓનો પ્રિલીમનરી રાઉન્ડ યોજાશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (National Testing Agency) દ્વારા ક્વિઝની ઓનલાઇન સ્પર્ધા (Online Competition) યોજવામાં આવશે. મુખ્યત્વે, પ્રશ્નોનું માળખુ ધોરણ-8ના વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે.

કુલ 13 ભાષાઓમાં યોજાશે આ ક્વિઝ

દેશમાં કુલ 13 ભાષાઓમાં આ ક્વિઝ યોજવામાં આવશે અને ફિટ ઇન્ડિયા ક્વિઝનો સમય 45 મિનિટનો રાખવામાં આવ્યો છે. ક્વિઝમાં નેગેટીવ માર્કિંગ (Negative Mark) પદ્ધતિથી વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવશે. ત્યારબાદ મેરીટમાં (Merit) આવેલા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાના રાઉન્ડ માટે પસંદગી કરાશે અને તેમાં વધુમાં વધુ 32 શાળાઓની આગળના રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવશે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાના રાઉન્ડ માટે ક્વોલિફાય (Qualify) થશે. ઉપરાંત નેશનલ કક્ષાના રાઉન્ડમાં વિજેતા જાહેર થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, ભારતીય રમત વિભાગ દ્વારા રાજ્ય શિક્ષણ સચિવને (Secretary of Education) ફિટ ઈન્ડિયા ક્વિઝ માટેનું માળખુ રજુ કરવામાં આવ્યું છે અને ટુંક સમયમાં રજીસ્ટ્રેશનની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

Published On - 2:19 pm, Mon, 5 July 21

Next Article