IND vs NZ: મુંબઈ ચાલુ ટેસ્ટમાં આકાશમાંથી પડી આફત, બધા ચોંકી ગયા, મેચ રોકવી પડી જાણો કેમ ?

|

Dec 05, 2021 | 4:05 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચના ત્રીજા દિવસે બીજું સત્ર સમય પહેલા ખતમ થઈ ગયું હતુ અને ટી બ્રેકનો સમય જાહેર કરવો પડ્યો, જેનું કારણે કેમેરો હતો.

IND vs NZ: મુંબઈ ચાલુ ટેસ્ટમાં આકાશમાંથી પડી આફત, બધા ચોંકી ગયા, મેચ રોકવી પડી જાણો કેમ ?
India vs New Zealand Match

Follow us on

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ (Second Test match)નો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ (Indian Team) અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. દિવસના બીજા સેશનમાં ભારતે પોતાનો દાવ ડિકલેર કરીને કિવી ટીમને આ ટાર્ગેટ આપ્યો હતો.

બીજા સેશનની રમત ચાલી રહી હતી અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની ટીમ બેટિંગ કરી રહી હતી. તેણે એક વિકેટ ગુમાવીને તેના સ્કોરબોર્ડ પર 13 રન બનાવ્યા હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું કે મેચ રોકવી પડી અને પછી ટી બ્રેકનો સમય પહેલા જ જાહેર કરવામાં આવ્યો. મેચ ચાલુ હતી અને કીવી ટીમની ઇનિંગની ચોથી ઓવર પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ સ્પાઈડર કેમેરા (Spider camera)ના કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્પાઈડર કૅમ ચારે બાજુથી મેચ શૂટ કરે છે જે ચાલુ મેચમાં અધ્ધ વચ્ચે જ અટકી ગયો હતો એટલા માટે મેચમાં સમસ્યા આવી હતી. આ કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી અને બીજા સત્રનો સમય પહેલા ટી બ્રેક (Tea Break) જાહેર કરવામાં આવી હતી . કેમેરાનો મુદ્દો ફરી ઉકેલાઈ ગયો હતો ફરી મેચ શરૂ થઈ હતી.

આ મેચમાં અત્યાર સુધી ભારતનો દબદબો રહ્યો છે. ભારતે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. એજાઝ પટેલે આ ઇનિંગમાં ભારતના તમામ 10 બેટ્સમેનોને આઉટ કરીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ કિવી ટીમના બેટ્સમેનો કંઈ જ કમાલ કરી શક્યા ન હતા. કિવી ટીમ પ્રથમ દાવમાં 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતમાં ટેસ્ટમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે.

આ પછી ભારતે ફોલોઓન ન આપ્યું અને પોતે બેટિંગ કરવા આવી. ભારતે બીજા દિવસના અંતે વિના નુકશાન 69 રન કર્યા હતા. આ પછી ભારતે ત્રીજા દિવસે પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો. ભારતે ઝડપી રન બનાવવાની રણનીતિ અપનાવી હતી. વિરાટ કોહલીએ સાત વિકેટે 276 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

ભારત તરફથી મયંક અગ્રવાલે 62 રનની ઇનિંગ રમી હતી. તેણે 108 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે 47-47 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ 41 રન બનાવ્યા હતા. તેણે આ રન ઝડપી બનાવ્યા. આટલા રન બનાવવા માટે અક્ષરે 26 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

 

આ પણ વાંચો : IND vs NZ: શુભમન ગીલે બાઉન્ડ્રી ફટકારતાં જ મુંબઈના વાનખેડે મેદાનમાં ‘સચિન-સચિન’નો નાદ ગુંજી ઉઠ્યો, જુઓ VIDEO

Next Article