IPLની 2 નવી ટીમો વેચાતા જ સૌરવ ગાંગુલીએ લીધો મોટો નિર્ણય, છોડશે આ પદ, જાણો કારણ

|

Oct 28, 2021 | 1:16 PM

IPL 2022માં 10 ટીમો મેદાનમાં ઉતરશે. BCCIએ લખનૌ અને અમદાવાદની ટીમો વેચીને 12715 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

IPLની 2 નવી ટીમો વેચાતા જ સૌરવ ગાંગુલીએ લીધો મોટો નિર્ણય, છોડશે આ પદ, જાણો કારણ
સૌરવ ગાંગુલી (ફાઈલ ફોટો)

Follow us on

IPL : વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ BCCIએ IPLની 2 નવી ટીમો વેચીને પોતાના ખજાનામાં વધારો કર્યો છે. બીસીસીઆઈને લખનૌ અને અમદાવાદની ટીમોની બોલીથી 12715 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. પરંતુ આટલી મોટી સફળતા બાદ BCCI ચીફ સૌરવ ગાંગુલીએ મોટો નિર્ણય લીધો છે.

વાસ્તવમાં સૌરવ ગાંગુલીએ ATK મોહન બાગાન ફૂટબોલ ટીમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, ATK મોહન બાગાન RPSGની માલિકીનું છે જેણે IPLમાં લખનૌ ફ્રેન્ચાઈઝી પણ ખરીદી છે.

સૌરવ ગાંગુલીએ હિતોના સંઘર્ષથી બચવા માટે મોહન બાગાન (Mohun Bagan )છોડવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, સૌરવ ગાંગુલીએ મોહન બાગાનમાં પોતાની ભૂમિકા છોડી દેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી મોહન બાગાનના ડિરેક્ટર છે અને તેની પાસે આ ટીમના શેર પણ છે. ગાંગુલી જ્યાં સુધી બીસીસીઆઈ પ્રમુખ તરીકે રહે ત્યાં સુધી મોહન બાગાન ખાતેની તેમની ભૂમિકા છોડી દેશે. એટલે કે BCCI પ્રમુખનો કાર્યકાળ પૂરો થયા બાદ ગાંગુલી ફરીથી મોહન બાગાન સાથે જોડાશે.

તમને જણાવી દઈએ કે, RPSGએ IPL ઐતિહાસિક બોલી લગાવીને લખનૌની ટીમને પોતાની બનાવી લીધી છે. RPSGએ 7,090 કરોડ રૂપિયામાં લખનૌ ફ્રેન્ચાઇઝી ખરીદી છે. તે જ સમયે, CVC કેપિટલે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે.

BCCI એ IPL ની આગામી સિઝનમાં બે નવી ટીમોને સામેલ કરવા માટે હરાજી કરી હતી. જેમાં તેને બે નવી ટીમોના માલિકો મળ્યા હતા. સંજીવ ગોએન્કાએ લખનૌ ફ્રેન્ચાઇઝી લીધી, જ્યારે CVC કેપિટલે અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઇઝી ખરીદી છે. પરંતુ આ પછી અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. સંજીવ ગોએન્કા ઈન્ડિયન સુપર લીગ (IPL) ટીમ એટીકે મોહન બાગાનના પણ માલિક છે અને તેમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ સામેલ છે. આવી સ્થિતિમાં, હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ગાંગુલીએ ફૂટબોલ ક્લબ સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેને સમાપ્ત કરી દીધા છે,

આ પણ વાંચો : PM મોદી આજે 18મી આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ, આ મુદ્દાઓ પર રહેશે ફોકસ, વાંચો દેશ માટે શા માટે છે મહત્વનું ?

આ પણ વાંચો : Guru Pushya Nakshatra 2021: આજે 28 ઓકટોબરે વર્ષો બાદ વિશેષ સંયોગ, ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા માટે નહીં જોવું પડે પંચાંગ

Published On - 1:14 pm, Thu, 28 October 21

Next Article