Smriti Mandhana કે Harmanpreet Kaur ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન તરીકે મિતાલી રાજનું સ્થાન કોણ લેશે

|

Mar 28, 2022 | 2:14 PM

મિતાલી રાજ 39 વર્ષની છે. આવી સ્થિતિમાં હવે તે વધુ સમય સુધી રમી શકશે નહીં. આગામી કેપ્ટનની રેસમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું નામ આવે છે.

Smriti Mandhana કે Harmanpreet Kaur ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન તરીકે મિતાલી રાજનું સ્થાન કોણ લેશે
Smriti Mandhana કે Harmanpreet Kaur ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન તરીકે મિતાલી રાજનું સ્થાન કોણ લેશે
Image Credit source: AFP

Follow us on

Smriti Mandhana : ભારતીય ક્રિકેટ ટીમ મહિલા વિશ્વ કપ 2022 (ICC Women World Cup 2022) માંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) સેમિફાઈનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી અને દક્ષિણ આફ્રિકા સામે હારીને પાંચમા સ્થાને રહી હતી. આ પરિણામ સાથે ભારતીય ક્રિકેટમાં બદલાવની વાતો વહેતી થઈ છે. મિતાલી રાજની જગ્યાએ ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટનની પણ ચર્ચા છે. મિતાલી (Mithali Raj)એ 2022 વર્લ્ડ કપ સુધી કેપ્ટનશિપની વાત કરી હતી.

તે 39 વર્ષની છે અને તેની કારકિર્દી તેના અંત તરફ છે. T20 ફોર્મેટની કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના નવા કેપ્ટનની રેસમાં આગળ હોવાનું માનવામાં આવે છે.

મિતાલી રાજે હજુ નિવૃત્તિ જાહેર કરી નથી. તેની સાથે ઝુલન ગોસ્વામી પણ 40 વર્ષની નજીક જવાની છે. આવી સ્થિતિમાં તેઓ લાંબા સમય સુધી રમતા જોવા નહીં મળે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બે દિગ્ગજ ખેલાડીઓની જગ્યા ભરવી પડશે. ભારતને બોલિંગમાં ઘણા નવા ચહેરા મળ્યા છે જે ઘણી સંભાવનાઓ ઉભી કરે છે. જ્યારે મિતાલી બે ભૂમિકા ભજવી રહી છે. કેપ્ટનની સાથે સાથે તે મિડલ ઓર્ડરની ભૂમિકામાં છે. સુકાની તરીકે, હરમનપ્રીત કૌર અથવા સ્મૃતિ મંધાનામાંથી તેમની જગ્યા લઈ શકે છે. પરંતુ બેટિંગમાં તેનું સ્થાન કોણ લેશે તે જોવાનું રહેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હરમનપ્રીત-સ્મૃતિ દાવેદાર છે

ભારતની ભૂતપૂર્વ કેપ્ટન ડાયના એડુલજીએ કહ્યું, ‘મિતાલી અને ઝુલન ભારત માટે રમવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે. પરંતુ જો તે નિવૃત્તિની જાહેરાત નહીં કરે તો બીસીસીઆઈએ તેના પર નિર્ણય લેવો પડશે. આપણે ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે. હરમનપ્રીત કૌર અથવા સ્મૃતિ મંધાનામાંથી એકને કેપ્ટનશીપ મળી શકે છે.

શાંતા રંગાસ્વામીએ મંધાનાની પસંદગી કરી

ભૂતપૂર્વ સુકાની શાંતા રંગાસ્વામીનું કહેવું છે કે સ્મૃતિ મંધાના જવાબદારી નિભાવવાની સાથે સાથે સતત રન બનાવે છે. આવી સ્થિતિમાં તે મિતાલી રાજની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી શકે છે. શાંતાએ પીટીઆઈને કહ્યું કે, તે સ્મૃતિને આગામી કેપ્ટન તરીકે જુએ છે. તેણે કહ્યું, ‘જો મિતાલી ઈચ્છે તો તે આગળ પણ રમી શકે છે. હરમન મેચ વિનર અને સ્ટાર છે પરંતુ કેપ્ટન તરીકે તેણે જવાબદારી લેવી પડશે અને સતત સારું પ્રદર્શન કરવું પડશે.

 

આ પણ વાંચો : RRR BO Collection Day 3 : રામ ચરણ-જુનિયર એનટીઆરની એક્શનથી પ્રશંસકો ખુશ, ફિલ્મે 3 દિવસમાં જ 200 કરોડનો આંકડો પાર

Next Article