SLvENG: શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન ઇંગ્લેંડના ક્રિકેટરમાં કોરોનાનો UK સ્ટ્રેઇન મળી આવતા ખળભળાટ

|

Jan 15, 2021 | 2:19 PM

કોરોના વાયરસ સંક્રમિત ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England Cricket Team) ના ઓલરાઉન્ડર મોઇન અલી (Moin Ali) ની પરેશાની વધી ગઇ છે. શ્રીલંકા () પ્રવાસ દરમ્યાન ટીમ ની સાથે પહોંચેલા મોઇન અલી દશેક દિવસ પહેલા જ સંક્રમિત સામે આવ્યો હતો. હવે તેનામાં વાયરસના ખતરનાક યુકે સ્ટ્રેઇન (UK Strain) મળી આવ્યો છે.

SLvENG: શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન ઇંગ્લેંડના ક્રિકેટરમાં કોરોનાનો UK સ્ટ્રેઇન મળી આવતા ખળભળાટ
Allrounder Moin Ali

Follow us on

કોરોના વાયરસ સંક્રમિત ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England Cricket Team) ના ઓલરાઉન્ડર મોઇન અલી (Moin Ali) ની પરેશાની વધી ગઇ છે. શ્રીલંકા () પ્રવાસ દરમ્યાન ટીમ ની સાથે પહોંચેલા મોઇન અલી દશેક દિવસ પહેલા જ સંક્રમિત સામે આવ્યો હતો. હવે તેનામાં વાયરસના ખતરનાક યુકે સ્ટ્રેઇન (UK Strain) મળી આવ્યો છે. શ્રીલંકાના સ્વાસ્થ્ય અધિકારીઓના મુજબ, તેમના દેશમાં યુકે સ્ટ્રેઇનનો પ્રથમ કેસ છે. દેશમાં તેને ફેલાતો અટકાવા માટે મોઇનને લઇને ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. સંક્રમણને લઇને મોઇન ગુરુવાર થી ગોલ (Goal Test) માં શરુ થયેલી પ્રથણ ટેસ્ટ મેચમાં રમી શક્યો નથી.

ઇંગ્લેંડની ટીમ 2 જાન્યુઆરી એ વિશેષ વિમાન દ્રારા શ્રીલંકા પહોંચી હતી. જ્યાં પહોંચતા જ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મોઇન અલી સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી. તેના બાદ થી તે આઇસોલેશનમાં છે. પરંતુ હવે તેનામાં નવો સ્ટ્રેઇન સામે આવવાને લઇને તેમના આઇસોલેશનને વધુ સતર્ક કરી દેવામાં આવ્યુ છે.

મોઇન અલીએ શ્રીલંકા સામે 2018માં ઇંગ્લેંડને મળેલી સિરીઝની જીતમાં મહત્વનુ યોગદાન નિભાવ્યુ હતુ. ઇંગ્લેંડ એ 3-0 થી શ્રીલંકાને તેના જ ઘરમાં સફાયો કર્યો હતો. જે દરમ્યાન મોઇન અલીએ સૌથી વિકેટ હાંસલ કર હતી. મોઇન અલીની ગેરહાજરીમાં ઇંગ્લેંડ એ ડોમ બેઝને મોકો આપ્યો છે. જેણે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ જ દિવસે પાચં વિકેટ ઝડપીને શ્રીલંકાને ફક્ત 135 રનમાં જ સમેટી લીધુ હતુ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ત્યા મોઇન અલીના ઉપરાંત ઇંગ્લેંડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ પણ 7 દિવસ માટે ક્વોરન્ટાઇન રહ્યા હતા. કારણ કે મોઇન અલીના સંપર્કમાં આવ્યા હતા. જોકે તેમનામાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ નથી. જોકે આમ છતાં પણ સાવચેતીના ભાગરુપે તેમને પ્રથમ ટેસ્ટ મેચમાં સામેલ કરવામાં આવ્યા નથી.

બીજી તરફ શ્રીલંકામાં પણ કોરોનાના પ્રમાણમાં પાછળના બે ત્રણ મહીનાથી ખૂબ વધારે જોવા મળી રહ્યુ છે. ઓક્ટોબર મહિના બાદ શ્રીલંકામાં સંક્રમણના કેસોમાં વધારો થયો હતો. જેને લઇને અત્યાર સુધીમાં 50 હજાર કેસ નોંધાઇ ચુક્યા છે. તો ઓક્ટોબર માસ સુધી દેશમાં ફક્ત 13 લોકોના મોત થયા હતા, જે વધીને 244 સુધીનો આંકડો પહોંચ્યો છે. શ્રીલંકાએ બ્રિટન થી આવનારી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ ઇંગ્લેંડની ટીમને તેમાંથી છુટ આપવામાં આવી હતી. જે 2 ટેસ્ટ મેચની સીરીઝ માટે વિશેષ ચાર્ટર ફ્લાઇટ થી ટીમ શ્રીલંકા પહોંચી હતી.

Next Article