Captain Rohit Sharma એ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T20માં મોહમ્મદ સિરાજને ‘થપ્પડ’ મારી, જુઓ Video

|

Nov 18, 2021 | 11:17 AM

જયપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવીને ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે,

Captain Rohit Sharma એ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T20માં મોહમ્મદ સિરાજને થપ્પડ મારી, જુઓ Video
team india players

Follow us on

Captain Rohit Sharma : T20 કેપ્ટન તરીકે પોતાની પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા (Team India)ને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ (New Zealand)ને 5 વિકેટે હરાવીને ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું.

ભારતની બેટિંગ દરમિયાન, ટીમ ઈન્ડિયાના ડગઆઉટમાં, કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)એ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj ) સાથે કંઈક કર્યું, જેનો વીડિયો ટ્વિટર પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

રોહિતે સિરાજને થપ્પડ મારી!

મેચ દરમિયાન રોહિત શર્માએ ડગઆઉટમાં બેઠેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને થપ્પડ મારી હતી. જો કે રોહિત શર્માએ તે મસ્તીમાં કર્યું હતું. ફેન્સ પણ આ વીડિયોને લઈને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. જ્યારે ટીમ ઈન્ડિયા જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે રોહિત સિરાજ સાથે મસ્તી કરી રહ્યો હતો અને પછી કેમેરામેને આ દ્રશ્ય કેદ કરી લીધું હતું. હિટમેન મજેદાર રીતે સિરાજને પાછળથી થપ્પડ મારે છે.

ભારત જીત્યું

તમને જણાવી દઈએ કે, મોહમ્મદ સિરાજે આ મેચમાં 1 વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતે 2 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા હતા, જેમણે અનુક્રમે 62 અને 48 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે તેની 40 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રોહિતે 36 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ ફિફ્ટી ફટકાર્યા બાદ તે માત્ર 2 રનથી ચૂકી ગયો હતો.

ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો

કેએલ રાહુલ 15 રન બનાવીને આઉટ થયો હતો, પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા વેંકટેશ ઐયરે ડેરીલ મિશેલને ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ આગલા બોલ પર રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં રવિન્દ્ર રચીનના હાથે કેચ આઉટ થયો હતો. જોકે આ પછી રિષભ પંતે વિનિંગ રન ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ પહેલા માર્ટિન ગુપ્ટિલ અને માર્ક ચેપમેનની અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડે છ વિકેટે 164 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ મેચ દરમ્યાન જયપુરમાં કોરોના પ્રોટોકોલના લીરાં ઉડ્યા, જારી કરેલી ગાઇડલાઇન વિસરાઇ ગઇ

Next Article