Glenn Maxwellએ લગાવેલી સિક્સથી પેવેલીયનની ખુરશીમાં કાણું પડી ગયું, ખુરશીની હરાજી કરી બેઘર લોકોની મદદ કરાશે

|

Mar 04, 2021 | 9:16 AM

ઓસ્ટ્રેલીયા (Australia) ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) તોફાની બેટીંગ કરવા માટે ખૂબ જાણીતો છે. તે મોટા છગ્ગા લગાવવામા પણ માહિર છે. ન્યુઝીલેન્ડ (New Zealand) સામે પણ આવી જ રીતે આતશી રમત ભરી 70 રનની ઇનીંગ રમ્યો હતો

Glenn Maxwellએ લગાવેલી સિક્સથી પેવેલીયનની ખુરશીમાં કાણું પડી ગયું, ખુરશીની હરાજી કરી બેઘર લોકોની મદદ કરાશે
છગ્ગા થી તુટેલી ખુરશીની હરાજી કરવામાં આવશે.

Follow us on

ઓસ્ટ્રેલીયા (Australia) ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) તોફાની બેટીંગ કરવા માટે ખૂબ જાણીતો છે. તે મોટા છગ્ગા લગાવવામા પણ માહિર છે. ન્યુઝીલેન્ડ (New Zealand) સામે પણ આવી જ રીતે આતશી રમત ભરી 70 રનની ઇનીંગ રમ્યો હતો. જે ટીમની જીત માટે મહત્વની રમત રહી હતી. આ ઇનીંગ દરમ્યાન મેક્સમેલ એ એક જબરદસ્ત છગ્ગો લગાવ્યો હતો, તે જેના થી દર્શકોની બેસવાની ખુરશી પણ તુટી ગઇ હતી. હવે એ ખુરશીની હરાજી પણ કરવામાં આવશે, જે હરાજીની રકમ પણ ખૂબ સારા કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ન્યુઝીલેન્ડની સામે 5 મેચો માટેની T20 શ્રેણીની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલીયાએ 64 રનની મોટી જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલીયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 208 રન કર્યા હતા. કેપ્ટન આરોન ફિંચ અને ગ્લેન મેક્સવેલ એ એર્ધ શતકીય રમત રમી હતી. ફિંચ એ 69 અને મેક્સવેલ એ 70 રનની તોફાની ઇનીંગ રમી હતી. ન્યુઝીલેન્ડની ટીમ એશ્ટન એગરની દમદાર બોલીંગ સામે 144 રન જ બનાવી શકી હતી. મેન ઓફ ધ મેચ એંગર એ 4 ઓવરમાં 30 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

https://twitter.com/ShaneHarmon/status/1367015321186435075?s=20

31 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાઓ સાથે મેક્સવેલ એ તેની 70 રનની રમત રમી હતી. ઓસ્ટ્રેલીયાની બેટીંગની 16.2 ઓવર દરમ્યાન મેક્સવેલ એ જિમી નિશમના બોલ પર એક જોરદાર છગ્ગો લગાવ્યો હતો. બોલ એટલો જબરદસ્ત જોર થી ફટકાર્યો હતો તે સ્ટેડીયમની ખુરશીને જઇને ટકરાતા તેમાં છેદ કરી ગયો હતો. સ્ટેડિમયના મુખ્ય કાર્યકારી અધિકારી શેન હાર્મન એ સોશિયલ મીડિયા દ્રારા જાણકારી આપી હતી કે, મેક્સવેલના છગ્ગા થી તુટેલી ખુરશીની હરાજી કરવામાં આવશે. આ હરાજી દરમ્યાન જે રકમ મળશે તેને બેઘર લોકોની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જે તુટેલી ખુરશી પર મેક્સવેલનો ઓટોગ્રાફ પણ લેવામાં આવ્યો છે.

 

Published On - 9:13 am, Thu, 4 March 21

Next Article