શ્રેયસ ઐયરને ખભાની ઈજાને લઈને કરાશે સર્જરી, જૂલાઈમાં ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટ પણ ગુમાવવાની સંભાવના

|

Apr 02, 2021 | 5:22 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) સામેની વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણી પુણેમાં રમાઈ હતી. જે દરમ્યાન પ્રથમ મેચ દરમ્યાન શ્રેયસ ઐયર (Shreyas Iyer)ને ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઈજા પહોંચી હતી.

શ્રેયસ ઐયરને ખભાની ઈજાને લઈને કરાશે સર્જરી, જૂલાઈમાં ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટ પણ ગુમાવવાની સંભાવના
Shreyas Iyer

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) સામેની વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણી પુણેમાં રમાઈ હતી. જે દરમ્યાન પ્રથમ મેચ દરમ્યાન શ્રેયસ ઐયર (Shreyas Iyer)ને ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઈજા પહોંચી હતી. જેને લઈને હવે સર્જરીની જરુરીયાત ઉભી થઈ છે. આગામી સપ્તાહે ઐયરના ખભાની સર્જરી કરવામાં આવનાર છે. ઐયરે ખભાની ઈજાને લઈને IPLની આગામી સિઝનને ગુમાવવી પડી છે.

 

જોની બેયરસ્ટોના એક શોટ્સને ડાઈવ લગાવીને રોકવા જતા શ્રેયસ ઈજા પામ્યો હતો. ત્યારબાદ તે મેદાન પર જ ખૂબ પીડા અનુભવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યુ હતુ, આ દરમ્યાન તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. હવે તેની સર્જરીને લઈને સુત્રોએ જણાવ્યુ છે કે, શ્રેયસના ઈજાગ્રસ્ત ખભાની સારવાર આગામી 8 એપ્રિલના રોજ કરવામાં આવશે. શ્રેયસે સર્જરી બાદ લગભગ ચારેક મહિના સુધી રમતથી દુર રહેવુ પડશે. તેણે ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેંકશાયર વતીથી વન ડે ટુર્નામેન્ટ રમવા માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ઈજાને લઈને 23 જૂલાઈથી શરુ થનારી આ ટુર્નામેન્ટમાં પણ હવે તેની રમતને લઈને સંભાવનાઓ ઓછી વર્તાઈ રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

શ્રેયસ ઐયરે ગત સપ્તાહ દરમ્યાન ટ્વીટ કર્યુ હતુ. જેમાં તેણે લખ્યુ હતુ કે, જેટલી મોટી નિરાશા હશે, વાપસી એટલી જ મજબૂત હશે. હું જલ્દીથી પરત ફરીશ. ઐયરની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ IPLએ પાછળની સિઝનમાં ફાઈનલમાં પહોંચી હતી. આગામી 9મી એપ્રિલથી શરુ થનારી સિઝન માટે ઋષભ પંત (Rishabh Pant)ને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો: World Cup: ક્રિકેટ રસિકો યાદ છે આજનો દિવસ, ધોનીની આગેવાનીમાં ટીમે કરી હતી કમાલ, જાણો ધોની ટીમની કમાલ

Next Article