Shoaib Akhtar Vs PTV: લાઈવ ટીવી પર શોએબ અખ્તરને લડાઈ ભારે પડી, ચેનલે રિકવરી નોટિસ મોકલી

|

Nov 08, 2021 | 3:46 PM

તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2021 ની મેચને લઈને કાર્યક્રમમાં શોએબ અખ્તર અને એન્કર વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ અખ્તરે લાઈવ ટીવી પર પોતાનું રાજીનામું આપ્યું હતું.

Shoaib Akhtar Vs PTV: લાઈવ ટીવી પર શોએબ અખ્તરને લડાઈ ભારે પડી, ચેનલે રિકવરી નોટિસ મોકલી
Shoaib Akhtar

Follow us on

Shoaib Akhtar Vs PTV: એક ટીવી ચેનલ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર અને હોસ્ટ વચ્ચેના વિવાદ બાદ શોએબ અખ્તરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાની ચેનલે શોએબ અખ્તરને કરોડોની રિકવરી નોટિસ મોકલી છે. શોએબ અખ્તરે આ નોટિસનો જવાબ આપતા ટ્વીટ કર્યું અને તેના પર દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ અખ્તરે કહ્યું કે, તે આ માટે કાયદાકીય કાર્યવાહી કરશે.

શોએબ અખ્તરે (Shoaib Akhtar) ટ્વીટ કરીને લખ્યું- પીટીવીમાં કામ કરતી વખતે મારી પ્રતિષ્ઠા અને સન્માનને નુકસાન થયું હતું અને હવે તેઓએ (પીટીવી) મને રિકવરી નોટિસ મોકલી છે. હું ફાઇટર છું, હાર માનીશ નહીં અને કાયદાકીય રીતે તેની સામે લડીશ. મારા વકીલ સલમાન આ અંગે આગળની કાર્યવાહી કરશે.

આ પહેલા પીટીવીએ શોએબ અખ્તરને રિકવરી નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અખ્તરે ત્રણ મહિનાના પગારના બદલામાં પીટીવીને રૂ. 3.3 મિલિયન (33 કરોડ) ચૂકવવા જોઈએ, કારણ કે અખ્તરે નોટિસનો સમયગાળો પૂર્ણ કર્યા પછી રાજીનામું આપ્યું હતું. આ સાથે બ્રોડકાસ્ટ ચેનલે (Broadcast Channel) 100 મિલિયનની કમાણી કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અખ્તર ચેનલની તપાસ સમિતિ સમક્ષ હાજર ન થયા!

એન્કર અને અખ્તર વચ્ચેના વિવાદ બાદ પીટીવી ચેનલે તપાસ સમિતિની રચના કરી હતી. અખ્તર તે તપાસ સમિતિ સમક્ષ હાજર થયો ન હતો. ચેનલે બંને (એન્કર અને ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર)ને તરત જ કાઢી મૂક્યા. આ પછી એન્કર નોમાન નિયાઝે આ મામલે પોતાનો પક્ષ આપતા માફી માંગી હતી અને કહ્યું હતું કે તે અને અખ્તર એક બીજાને લાંબા સમયથી ઓળખે છે.

શોએબ અખ્તર Vs PTV: જાણો શું છે સમગ્ર મામલો

પાકિસ્તાન Vs ન્યુઝીલેન્ડ મેચને લઈને પીટીવી એન્કર નોમાન નિયાઝે શોએબ અખ્તરને ટાર્ગેટ પીછો કરવા અંગે સવાલ કર્યો કે શું પાકિસ્તાને ટાર્ગેટનો યોગ્ય રીતે પીછો કર્યો નથી. અખ્તર તેનાથી સહમત ન થયો અને હેરિસ રૌફની પ્રશંસા કરી અને આ ખેલાડીઓના સારા પ્રદર્શન માટે PSLને શ્રેય આપ્યો. તેના પર એન્કર ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું કે હું ઓન એર કહી રહ્યો છું, તમે જઈ શકો છો. આ વાત પર અખ્તર પણ ગુસ્સે થઈ ગયા અને સાથે બેઠેલા મહેમાનોની માફી માંગ્યા બાદ તેણે ઓન એર શો છોડી દીધો.

 

આ પણ વાંચો : Diwali 2021 : ગયા વર્ષે જે મંદિરને મુસ્લિમોએ તોડી પાડ્યું હતું, તે જ મંદિરમાં આજે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉજવશે દિવાળી

Next Article