Shoaib Akhtar નું મોટું નિવેદન, 90 ટકા લોકો ભારત-અફઘાનિસ્તાન મેચને ફિક્સ માને છે

|

Nov 06, 2021 | 4:06 PM

ભારત-અફઘાનિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાન યુઝર્સે સોશિયલ મીડિયા પર મેચ ફિક્સિંગના આરોપો લગાવ્યા હતા. આ વિશે ઘણા પ્રકારના મીમ્સ અને દાવાઓ શેર કરવામાં આવ્યા હતા.

Shoaib Akhtar નું મોટું નિવેદન, 90 ટકા લોકો ભારત-અફઘાનિસ્તાન મેચને ફિક્સ માને છે
Shoaib Akhtar

Follow us on

Shoaib Akhtar : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર(Shoaib Akhtar)નું કહેવું છે કે 90 ટકા લોકોના મતે ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચેની મેચ ફિક્સ હતી. ટી-20 વર્લ્ડ કપ 2021(T20 World Cup)માં અફઘાનિસ્તાન સામે ભારતની જીત બાદ તેમનું નિવેદન આવ્યું છે. આ મેચ દરમિયાન પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયા પર મેચ ફિક્સિંગના આરોપો લગાવ્યા હતા. આ વિશે ઘણા પ્રકારના મીમ્સ અને દાવાઓ શેર કરવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન (Afghanistan) સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 144 રન જ બનાવી શકી અને 66 રનથી મેચ હારી ગઈ. આ જીતથી ભારતના નેટ રન રેટને ઘણો સપોર્ટ મળ્યો.

ન્યૂઝના કાર્યક્રમ જશ્ન-એ-ક્રિકેટમાં શોએબ અખ્તરે (Shoaib Akhtar) કહ્યું હતું કે, ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ મજબૂત રીતે રમ્યા ન હતા. તેણે ખૂબ જ ખરાબ રમત રમી. તેમણે કહ્યું કે, 90 ટકા લોકોને લાગ્યું કે, ભારત-અફઘાનિસ્તાન (India vs Afghanistan) મેચ ફિક્સ છે. આ મેચમાં અફઘાન ટીમ ખૂબ જ ખરાબ રમી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

શોએબ અખ્તરે એમ પણ કહ્યું કે, જો ન્યુઝીલેન્ડ 7 નવેમ્બરે સુપર 12 મેચમાં અફઘાનિસ્તાનને હરાવવામાં અસમર્થ છે, તો સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ કરશે. તેણે કહ્યું કે, તે કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવા માંગે છે પરંતુ જો અફઘાનિસ્તાન જીતશે અને ભારતની સેમીફાઈનલની આશા અકબંધ રહેશે તો સોશિયલ મીડિયા (Social Media) પર ઘણું બધું કહેવામાં આવશે. શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની લોકો ઇચ્છે છે કે, ભારત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચે. તેણે કહ્યું કે, અમે ફાઇનલમાં ભારતને ફરી હરાવીશું.

અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ મોટી મેચ બની ગઈ

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 7 નવેમ્બર (રવિવારે) અબુ ધાબીમાં રમાશે. ગ્રુપ 2 માં, તે એક રીતે ક્વાર્ટર ફાઈનલ હશે. જો કીવી ટીમ જીતશે તો સેમીફાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો અફઘાનિસ્તાન જીતશે તો સેમિફાઇનલમાં જવાની ભારતની આશા જીવંત રહેશે. અફઘાનિસ્તાન બાદ ભારતે પણ સ્કોટલેન્ડ (Scotland)ને મોટા અંતરથી હરાવ્યું છે. આ કારણે તેના નેટ રન રેટમાં જબરદસ્ત સુધારો થયો છે. હવે તે આગળ વધવા માટે અફઘાનિસ્તાન માટે જીતની આશા રાખશે.

 

આ પણ વાંચો : Punjab: રાજીનામું પાછું ખેંચી લેતા ચન્ની સરકાર પર ગુસ્સે થયા સિદ્ધુ, પૂછ્યું 90 દિવસની આ સરકારે 50 દિવસમાં શું કર્યું?

Next Article