બુમરાહનો ફેન થયો શોએબ અખ્તર, કહ્યું કે જે ક્યારેક પાકિસ્તાનીઓ પાસે કળા હતી એ હવે બુમરાહ પાસે છે

|

Jan 02, 2021 | 9:44 AM

પાકિસ્તાની પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ જસ્પ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ને હાલના બોલરોમાં ચતુર બોલર તરીકે ગણાવ્યો છે. તેણે કહ્યુ કે જે કળા ક્યારેક પાકિસ્તાન (Pakistan) ના બોલરો ઉપયોગ કરતા હતા એ હવે બુમરાહ કરી રહ્યો છે. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલરોમાંથી એક શોએબ અખ્તર બુમરાહ ના કૌશલ થી પ્રભાવિત છે. અખ્તરે એક […]

બુમરાહનો ફેન થયો શોએબ અખ્તર, કહ્યું કે જે ક્યારેક પાકિસ્તાનીઓ પાસે કળા હતી એ હવે બુમરાહ પાસે છે
Shoaib Akhtar-Jaspreet Bumrah

Follow us on

પાકિસ્તાની પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ જસ્પ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ને હાલના બોલરોમાં ચતુર બોલર તરીકે ગણાવ્યો છે. તેણે કહ્યુ કે જે કળા ક્યારેક પાકિસ્તાન (Pakistan) ના બોલરો ઉપયોગ કરતા હતા એ હવે બુમરાહ કરી રહ્યો છે. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલરોમાંથી એક શોએબ અખ્તર બુમરાહ ના કૌશલ થી પ્રભાવિત છે.

અખ્તરે એક ચેનલ સાથે વાતચીત દરમ્યાન બુમરાહના કૌશલ્ય અંગે કહ્યુ હતુ. શોએબે કહ્યુ હતુ કે, ભારતનો કે કદાચ પહેલો બોલર છે જે પિચ પર ઘાસ જોવાના પહેલા જ હવા ની દિશા અને ઝડપ ને જાણી લે છે. આ કળા પહેલા પાકિસ્તાનના બોલર પાસે હતી. અમે જાણતા હતા કે હવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. તેણે વાસિમ અક્રમ (Wasim Akram) અને વકાર યુનૂસ (Waqar Younis) નુ પણ ઉદાહરણ આપતા સમજાવ્યુ કે તેઓ પણ કેવી રીતે હવાનો ઉપયોગ કેવી રીતે કરતા હતા.

શોએબે કહ્યુ કે, હું અને વાસિમ ભાઇ, વકાર ભાઇ હવાની ગતી અને દિશા જોઇને એ નક્કિ કરતા હતા કે કયા છેડે થી બોલીંગ કરવા થી અમને રિવર્સ સ્વિંગ મળશે. અખ્તરે આગળ કહ્યુ કે, અમે ઝડપી બોલીંગની મિકેનિક અને એરો ડાયનામિક્સને જાણતા હતા. અમને જાણકારી હતી કે, દિવસમાં કયા સમયે કેટલી સ્વિંગ મળી રહેશે. હું માનુ છુ કે, બુમરાહ આ પ્રકારની ચિજોને જાણે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તેણે કહ્યુ, મહંમદ આસિફ અને મહંમદ આમિરના ઉપરાંત ચતુરાઇના મામલામાં બુમરાહ સૌથી કાબેલ બોલર છે. બુમરાહ લગભગ પાંચ સેકંડમાં બેટ્સમેનને ડરાવી દે છે. વિકેટ લેવાની ક્ષમતાને કારણે જ ફક્ત પાંચ સેકંડના રનઅપમાં બેટ્સમેનને ડરાવી શકે છે.

Next Article