શેન વોર્ન ફરી વિવાદમાં, હવે મહિલા ટીવી સ્ટારે અશ્લીલ મેસેજ મોકલવાનો વોર્ન પર લગાવ્યો આરોપ

|

Nov 05, 2021 | 1:38 PM

ટીવી સ્ટારે શેન વોર્ન પર આરોપો લગાવ્યા છે. તેણે શેન વોર્નને સનકી અને માનસિક બિમાર કહ્યો છે. તેણે કહ્યું કે વોર્ને તેણીને અભદ્ર અને અશ્લીલ મેસેજ મોકલ્યા છે.

શેન વોર્ન ફરી વિવાદમાં, હવે મહિલા ટીવી સ્ટારે અશ્લીલ મેસેજ મોકલવાનો વોર્ન પર લગાવ્યો આરોપ

Follow us on

ઓસ્ટ્રેલિયાનો મહાન ક્રિકેટર શેન વોર્ન ( Shane Warne ) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની રિયાલિટી ટીવી સ્ટાર જેસિકા પાવરે ( reality TV star Jessica Power), શેન વોર્ન ઉપર અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો છે. તેણે વોર્નને ‘માનસિક બિમાર’ ગણાવ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ મહિલાએ શેન વોર્નના ( Shane Warne )  વર્તન અંગે ફરિયાદ કરી હોય. આ પહેલા પણ વોર્ન પોતાની હરકતોને કારણે વિવાદો અને ચર્ચામાં રહ્યો છે.

જેસિકા પાવરે (Jessica Power) કહ્યું કે તે હવે સમજે છે કે શા માટે વોર્ન વારંવાર મુશ્કેલીમાં આવે છે. જેસિકાએ વોર્નને સનકી કહ્યો. તેણે કહ્યું કે જ્યારે મેં વોર્નને કહ્યું કે તમે જે મેસેજ મોકલી રહ્યા છો તે સાચો નથી, તો તેણે ખરેખર ‘X-રેટેડ’ મેસેજ મોકલવાનું શરૂ કર્યું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તેણે કહ્યું, ‘તે અઠવાડિયે જ્યારે શેન વોર્ન મારા ઇનબોક્સમાં મેસેજ મોકલી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ વિચિત્ર હતું. તે એક પાગલ વ્યક્તિ છે. તે મને મોકલતો હતો તેમાંથી કેટલીક બાબતો મારી દૃષ્ટિએ ઘણી ખોટી હતી. જ્યારે મેં તેને થોડો જવાબ આપ્યો, ત્યારે તેણે ખરેખર એક્સ-રેટેડ મેસેજ મોકલવાનું શરૂ કર્યું. મને લાગે છે કે આ બહુ ખોટું છે. કોઈ આશ્ચર્ય નથી કે તે દરેક વખતે મુશ્કેલીમાં કેવી રીતે આવે છે.

જેસિકા પાવરે કહ્યું, ‘મેં તેને કહ્યું આ ગાંડપણ છે. મેં વિચાર્યું, ‘હું વિશ્વાસ નથી કરી શકતી કે તમે બીજો પણ બિભત્સ સંદેશ મોકલી રહ્યાં છો.

વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન લેગ સ્પિનર ​​કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટ છે. આ સાથે જ તેણે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ લીધી છે.

જોકે વોર્ન તેની રમતની બહાર ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તેમની જીવનશૈલી ઘણીવાર વિવાદોમાં રહે છે. ઓસ્ટ્રેલિયન ટીમે ડ્રગ્સ લેવા બદલ તેના પર એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો હતો. જેસિકા પાવરનો આરોપ, શેનવોર્ન સામેના આરોપોમાં વધુ એક નવા આરોપનો ઉમેરો છે.

આ પણ વાંચોઃ

Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર થશે, 7 દિવસનો માંગી શકે છે સમય

આ પણ વાંચોઃ

Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન

Next Article