BCCI : ભારતીય સ્ટાર ક્રિકેટરે BCCIના પસંદગીકારોની નિંદા કરી, આરોપ લગાવ્યો

|

Sep 19, 2021 | 4:26 PM

ભારતીય બેટ્સમેન વનિતા વીઆરએ સોશિયલ મીડિયા પર BCCIના ભૂતપૂર્વ પસંદગીકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.

BCCI  : ભારતીય સ્ટાર ક્રિકેટરે BCCIના પસંદગીકારોની નિંદા કરી, આરોપ લગાવ્યો
selectors talk only after they leave the post says indian cricketer vanitha vr

Follow us on

BCCI : ભારતીય મહિલા ક્રિકેટર (Indian women cricketers) વનિતા વીઆરએ (Vanitha VR) બોર્ડના ભૂતપૂર્વ પસંદગીકારો પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ ખેલાડીઓ સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તેઓ પદથી દુર થઈ ચૂક્યા છે. આ સ્ટાર ખેલાડી (Star player)એ આ અંગે પોતાના વિચારો સોશિયલ મીડિયા (Social media)પર ચાહકોની સામે મૂક્યા અને પસંદગીકારોને પ્રશ્નો પણ પૂછ્યા.

તેમની પોસ્ટ ત્યારે સામે આવી છે જ્યારે તાજેતરમાં પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ (Australia tour)માટે કોઈ કારણ આપ્યા વગર કેટલાક ખેલાડીઓને ટીમમાંથી કાઢી મૂક્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વનિતા(Vanitha VR)એ વર્ષ 2014માં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. બે દિવસ પછી, તેણે તે જ પ્રવાસ પર ટી 20 માં પણ પ્રવેશ કર્યો. ત્યારથી, તેણે છ વનડેમાં 17 ની સરેરાશથી 87 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 16 ટી 20માં 14.40 ની સરેરાશથી 216 રન બનાવ્યા છે. તે 2016 ટી 20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતો. તેણે આ વર્ષે નવેમ્બરથી કોઈ ટી 20 વર્લ્ડ કપ રમ્યો નથી. તે 17 વર્ષ સુધી ઘરેલું ક્રિકેટમાં કર્ણાટક (Karnataka)તરફથી રમી છે. તે પછી તેણે બંગાળ માટે રમવાનું શરૂ કર્યું હતુ.

 

વનિતાએ પસંદગીકારો પર પ્રશ્નો ઉઠાવ્યા

વનિતા (Vanitha VR)કહે છે કે, ટીમના પસંદગીકારો ખેલાડીઓ સાથે વાત કરે છે જ્યારે તેઓ તેમની પોસ્ટ છોડી દે છે. શનિવારે પોતાની ફેસબુક ટિપ્પણીઓનો સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું, ‘કોઈએ ટીમમાં ખેલાડી (Player) ઓને બાકાત રાખવાની જવાબદારી લેવી જોઈએ. ખેલાડીઓ જ્યારે કોઈ કારણ વગર ટીમની બહાર હોય ત્યારે નાખુશ થઈ જાય છે. ભૂતપૂર્વ પસંદગીકારો તેમની પોસ્ટ છોડ્યા બાદ ખેલાડીઓ સાથે વાત કરે છે, તેઓ પદ પર હોય ત્યારે તે કેમ નથી કરતા.

વનિતાએ (Vanitha VR)આ પોસ્ટમાં જે ટિપ્પણીઓ શેર કરી હતી તેના સ્ક્રીનશોટમાં તેણે પસંદગીકારોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ટિપ્પણીઓમાં લખ્યું હતું, ‘ભૂતપૂર્વ પસંદગીકારો ખોટી પસંદગીના નિર્ણયોની જવાબદારી ક્યારે લેશે. શા માટે હંમેશા તે જ ખેલાડીઓની પસંદગીના નિર્ણયનો શ્રેય લે છે જે સારું પ્રદર્શન કરે છે. ભૂતપૂર્વ પસંદગીકારોમાંથી કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતું નથી.

આ પણ વાંચો : Madhya Pradesh: પંજાબ અને રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યા

Published On - 4:22 pm, Sun, 19 September 21

Next Article