સચિન તેંડુલકરને ઉંમરને લઈને મેદાન પર ઉશ્કેરતા માઈકલ ક્લાર્કને સહેવાગે આ એક જ વાતથી મુંગો કરી દીધો

|

Jan 08, 2021 | 9:37 PM

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) દુનિયામાં ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. તેમ છતાં પણ તે સ્લેજીંગ (Slinging)થી બચી શક્યા નહોતા.

સચિન તેંડુલકરને ઉંમરને લઈને મેદાન પર ઉશ્કેરતા માઈકલ ક્લાર્કને સહેવાગે આ એક જ વાતથી મુંગો કરી દીધો
Sachin Tendulkar and Virender Sehwag (File Image)

Follow us on

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) દુનિયામાં ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. તેમ છતાં પણ તે સ્લેજીંગ (Slinging)થી બચી શક્યા નહોતા. ક્યારેક શોએબ અખ્તર (Shoaib Akhtar) તો ક્યારેક રીકી પોન્ટીંગ (Ricky Ponting) તેમને ઉકસાવવાનો પ્રયાસ કરતા હતા. એટલે સુધી કે સચિનથી 8 વર્ષ નાના માઈકલ ક્લાર્કે (Michael Clarke) પણ તેમને આવી રીતે ઉકસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ખુલાસો વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) કપિલ શર્માના શો (Kapil Sharma show) દરમ્યાન કર્યો હતો. સચિનને ઉકસાવતા પ્રયોગનો જવાબ પણ સહેવાગે જ ક્લાર્કને આપ્યો હતો.

 

કપિલ શર્માએ શો દરમ્યાન કહ્યુ હતુ કે ક્રિકેટમાં અન્ય ખેલાડીઓનું ધ્યાન ભટકાવવા માટે સ્લેજીંગ કરવામાં આવે છે. સચિન સર માટે એમ કહેવામાં આવતુ હતુ કે, કોઈ કંઈ પણ બોલતુ હતુ તેમના કાન બંધ રહેતા હતા. તેમને કોઈ ફર્ક નહોતો પડતો. જોકે સચિન સામે થનારી મોટા ભાગની સ્લેજીંગનો જવાબ વિરુ પાજી આપતા હતા. જે અંગે પણ વિરેન્દ્ર સહેવાગે કહ્યુ હતુ કે, સચિન કેટલોક સમય ફીલ્ડીંગથી બહાર રહ્યા હતા. કારણ કે તેમની પીઠમાં સમસ્યા હતી. બાદમાં સચિન બેટીંગ કરવા માટે આવ્યા હતા. આમ માઈકલ ક્લાર્ક તેમની સામે બોલતો જઈ રહ્યો હતો.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

ક્લાર્કના બોલતા જવાને લઈને સહેવાગે ક્લાર્કને પુછ્યુ, તારી ઉંમર શું છે? તો ક્લાર્કે જવાબ આપ્યો હતો કે 23 વર્ષ! સહેવાગે કહ્યુ કે, તને ખ્યાલ છે કે સચિનની ટેસ્ટમાં સદીની સંખ્યા પણ તારી ઉંમર કરતા પણ ખૂબ વધારે છે. આટલુ કહેવા છતા પણ માઈકલ ક્લાર્ક નહીં માનવાને લઈને સહેવાગ ક્લાર્કની પાસે ગયો હતો અને તેને કહ્યુ હતુ કે, તારા દોસ્તો તને પપ કહે છે? ક્લાર્કે કહ્યુ હાં! જેની પર એક સવાલ વધુ કર્યો સહેવાગે તો કઈ નસ્લનો છે? આટલુ સાંભળીને માઈકલ ક્લાર્કનું મોંઢુ જોવા લાયક થઈ ગયુ હતુ.

 

સહેવાગ બેટીંગ કરવા દરમ્યાન ગીતો ગાતો રહેતો હતો. લગભગ આ વાત તો મોટાભાગના પ્રશંસકો જાણતા હશે પરંતુ ભાગ્યે જ કોઈને એ ખ્યાલ હશે કે, જ્યારે તેના બેટથી રન ના નિકળતા ત્યારે તે ભજન ગાતો રહેતો હતો. સહેવાગે કહ્યુ હતુ કે, ગીતો ગાવાનો એવો કિસ્સો હતો કે, જ્યારે રન નહોતા બનતા ત્યારે હું ભજન ગાવા લાગી જતો હતો. પરંતુ જ્યારે રન બનવાના શરુ થઈ જાય ત્યારે પાછો બોલીવુડ પર આવી જતો હતો. જ્યારે રન બનતા હતા ત્યારે ‘ચિંટીયા કલાઈયા’ અને ‘શીલા કી જવાની’ જેવા ગીતો ગાઈ લેતો હતો.

Next Article