સૌરવ ગાંગુલીએ ફુટબોલ લીગને IPLની જેમ આગળ વધારવા માટે 10 વર્ષના સમયની માંગ કરી

|

Nov 20, 2020 | 6:45 PM

કોરોના દરમ્યાન પણ બીસીસીઆઈ દ્વારા આઈપીએલને સફળતાથી પાર પાડી બતાવી છે. જે અગાઉ માર્ચ માસમાં સ્થગીત કર્યા બાદ સિઝનને યોજવા અંગે અનેક સવાલો થઈ રહ્યા હતા. જોકે આઈપીએલના સફળતાપુર્વકના આયોજનને લઈને ભારતીય ખેલાડીઓને એકશનમાં જોવાનો મોકો પણ પ્રશંસકોને મળ્યો હતો. જોકે આઈપીએલના યુએઈમાં આયોજન બાદ હવે આઈએસએલ સાથે ભારતમાં રમત ફરીથી શરુ થનારી છે. બીસીસીઆઈ […]

સૌરવ ગાંગુલીએ ફુટબોલ લીગને IPLની જેમ આગળ વધારવા માટે 10 વર્ષના સમયની માંગ કરી

Follow us on

કોરોના દરમ્યાન પણ બીસીસીઆઈ દ્વારા આઈપીએલને સફળતાથી પાર પાડી બતાવી છે. જે અગાઉ માર્ચ માસમાં સ્થગીત કર્યા બાદ સિઝનને યોજવા અંગે અનેક સવાલો થઈ રહ્યા હતા. જોકે આઈપીએલના સફળતાપુર્વકના આયોજનને લઈને ભારતીય ખેલાડીઓને એકશનમાં જોવાનો મોકો પણ પ્રશંસકોને મળ્યો હતો. જોકે આઈપીએલના યુએઈમાં આયોજન બાદ હવે આઈએસએલ સાથે ભારતમાં રમત ફરીથી શરુ થનારી છે. બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવુ છે કે આઈએસએલ ભારતમાં અન્ય રમતોને પણ શરુઆત કરવા માટે પ્રેરણા આપશે. સાથે જ તેમણે એ પણ કહ્યુ છે કે, આઈએસએલની એક સારી શરુઆત છે અને તેને હજુ વધારવા માટે 10 વર્ષનો સમય આપવો જરુરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રિંસ ઓફ કલક્તા કહેવાતા ગાંગુલી આઈએસએલની ક્લબ એટીકે મોહન બાગાનથી જોડાયેલા છે. ગાંગુલીએ આઈએસએલના ઈન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં કહ્યુ હતુ કે, ક્રિકેટ હવે સમાપ્ત થઈ છે, હવે અન્ય રમતોનો સમય છે. ફુટબોલનો સમય છે. હું હંમેશાથી આઈએસએલથી જોડાયેલો રહેલો છુ. હું કલકત્તામાં જન્મયો છુ એટલા માટે તેની મજા માણી લઈ લઉ છુ. મેં ઘણી ઓછી ઉંમરમાં ફુટબોલ જોઇ છે. ક્રિકેટ બાદમાં આવી. હું આઈએસએલની શરુઆતથી જ એટીકે સાથે જોડાયેલો છુ અને એટીકે હવે મોહન બાગાન છે. તેમણે કહ્યુ હતુ કે અમે ત્રણેક વારના વિજેતા છીએ એટલે લગાવ પણ વધારે છે. કારણ કે જ્યારે તમે રમો પણ છો અને જીતો પણ છો તો આપ વધારે લગાવ મહેસુસ કરો છો. હું ગોવામાં શરુ થઈ રહેલી સિઝન માટે તૈયાર છુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગાંગુલીએ કહ્યુ હતુ કે આઈએસએલ અન્ય રમતોને પણ પ્રેરિત કરશે. તેમણે કહ્યુ હતુ કે હું એમ કહી શકુ છુ, ક્રિકેટને સામેલ કરતા કારણ કે અમારી ઘરેલુ સિઝન ઝડપથી શરુ થઈ રહી છે. અમે નવા વર્ષમાં શરુઆત કરવાના છીએ. અમનેએ સુરક્ષા આપશે કે આઈએસએલ કોઈ મુશ્કેલી વિના આયોજીત કરી શકાય છે. કારણ કે બાયોબબલ બનાવવામાં આવ્યુ છે તો અન્ય ચીજો પણ આયોજીત કરી શકાય છે. અમે જોયુ છે કે બાયોબબલનો આઈપીએલ પર કેટલો પ્રભાવ રહ્યો હતો. આ અન્ય રમતોને પણ ફરી થી શરુ કરવા માટે થઇને પ્રેરીત કરી શકશે.

ગાંગુલીએ વાત કરતા આગળ પણ કહ્યુ હતુ કે, અમે આઈએસએલને આગળ વધારવા દેવી પડશે અને એમ થશે જ. આ રમતને 10 વર્ષ આપો, આઈએસએલ 10 વર્ષ આપ્યા પછી તેના માટે વાત કરો. વિશ્વમાં કંઈ પણ જલ્દી થતુ હોતુ નથી. ખાસ કરીને ફુટબોલમાં આપણે હજુ વધુ સમય આપવો પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article