સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા

|

Sep 22, 2020 | 5:40 PM

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર […]

સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા

Follow us on

ટી-20 લીગ યુએઇમાં શરુ થવાના પહેલા જ દિલ્હી કેપીટલના કેપ્ચન શ્રેયસ ઐયરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રીકી પોંન્ટીંગને લઇને એક નિવેદન આપ્યુ હતુ. જે નિવેદન ને લઇને વિવાદ શરુ થય હતો, અને તેની પર ચર્ચાઓ પણ ઉઠવા લાગી હતી. જ્યારે હવે શ્રેયસ ઐયરે આ બાબતે સફાઇ આપી છે. 2019 માં ઐયર દિલ્હીના કેપ્ટન બન્યા હતા અને ટીમ પ્લે ઓફ સુધી પહોંચી ગઇ હતી. ઐયરે હમણાં જ કહ્યુ હતુ કે, તે એક ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ સામે ની મેચ પહેલા જ આ પ્રકારનુ નિવેદન ઐયરે આપ્યુ હતુ. ત્યાર પછી તો જાણે કે આ વાત પર વિવાદ છેડાઇ ગયો હતો, અને તેના વિશે ખાસ્સી એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી. બીસીસીઆઇ ના અધ્યક્ષ પદે હોવા છતાં પણ સૌરવ ગાંગુલી દિલ્હી કેપીટલ્સ ના મેંટર તરીકે કેવી રીતે હોઇ શકે. ઐયરે કહ્યુ હતુ, અમે પણ પહેલા બોલીંગ કરવા નો નિર્ણય લેતા, મેં પણ ગાંગુલી અને પોન્ટીંગ પાસે થી જવાબદારી લેવાનુ શિખ્યુ છે તેના થી મારુ કામ ખુબ આસાન થઇ ગયુ છે. બસ આ પછી તો વિવાદો અને ચર્ચાઓ શરુ થવા લાગી હતી. ઐયરે સફાઇ આપતા કહ્યુ છે કે મારા નિવેદન નો મતલબ એ હતો કે મે તે બંને એ કપ્તાન તરીકે મને કેવો ખીલવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગાંગુલી પાછળની સિઝનમાં દિલ્હીની ટીમના મેન્ટર તરીકે હતા. પાછળના વર્ષે ઓક્ટોબરમાં તે બીસીસીઆઇ ના અધ્યક્ષ બન્યા. તે વખતે તે દિલ્હીના મેન્ટર તરીકેનુ પદ છોડી દીધુ હતુ. ઐયરે તેની કેપ્ટનશી હેઠળ દિલ્હીને સુપર ઓવર થી સિઝનની પહેલી મેચમાં જીત મેળવી છે. ઐયર ટીમ ઇન્ડીયામાં લીમીટેડ ઓવરના ફોરમેટમાં પોતાની જગ્યા પણ મજબુત કરી ચુક્યો છે, સાથે જ નંબર ચારના સ્થાન માટેની સમસ્યા ને એક સ્તર સુધી ઉકેલી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article