શતરંજના ખેલાડીઓને તૈયાર કરશે વિશ્વનાથન આનંદ, એકેડમી દ્વારા ખેલાડીઓને માર્ગદશન આપશે

|

Dec 11, 2020 | 10:20 PM

ભારતના દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ એકેડમી શરુ કરીને યુવા ખેલાડીઓને તૈયાર કરશે. ખેલાડીઓને પ્રશિક્ષણ આપવા માટે તેમણે વેસ્ટબ્રિઝ કેપિટલ સાથે હાથ મિલાવ્યો છે. આ એકડમીને વેસ્ટબ્રિઝ આનંદ એકેડમી નામ આપવામાં આવ્યુ છે. અત્યારે તેમણે દેશના 5 પ્રતિભાવાન ખેલાડીઓને પસંદ કર્યા છે. જેમને પાંચ વખત વિશ્વ ચેમ્પિયન થયેલા આનંદ પ્રશિક્ષણ આપશે. Web Stories View more […]

શતરંજના ખેલાડીઓને તૈયાર કરશે વિશ્વનાથન આનંદ, એકેડમી દ્વારા ખેલાડીઓને માર્ગદશન આપશે

Follow us on

ભારતના દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ એકેડમી શરુ કરીને યુવા ખેલાડીઓને તૈયાર કરશે. ખેલાડીઓને પ્રશિક્ષણ આપવા માટે તેમણે વેસ્ટબ્રિઝ કેપિટલ સાથે હાથ મિલાવ્યો છે. આ એકડમીને વેસ્ટબ્રિઝ આનંદ એકેડમી નામ આપવામાં આવ્યુ છે. અત્યારે તેમણે દેશના 5 પ્રતિભાવાન ખેલાડીઓને પસંદ કર્યા છે. જેમને પાંચ વખત વિશ્વ ચેમ્પિયન થયેલા આનંદ પ્રશિક્ષણ આપશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

જે પાંચ યુવા ખેલાડીઓને શરુઆતમાં પ્રશિક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં 14 વર્ષીય ડી ગુકેશ, 15 વર્ષના પ્રાગનનંદા અને રોનક સાધવાની, 16 વર્ષના નિહાલ સરીન અને 19 વર્ષની આર વૈશાલી સામેલ છે. આ ભાગીદારી હેઠળ પ્રતિવર્ષ યોગ્ય ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે. તેમને ટોચની વિશ્વ શતરંજ રેન્કીંગમાં સ્થાન મેળવવા માટે મદદ કરવામાં આવશે. તેમને આ માટે શિષ્યવૃત્તી પણ એકેડમી દ્વારા આપવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિશ્વનાથન આનંદે આ અંગે કહ્યુ હતુ કે, શતરંજ એ પાછલા 20 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે. દેશમાં અનેક તેના યોગ્ય ખેલાડી છે, જે યોગ્ય માર્ગદર્શન મળવા પર ટોપ 10માં સ્થાન મેળવી શકે છે. તેમાંથી વિશ્વ ચેમ્પિયન પણ બની શકે છે. આમ આનંદ ખુદ જ હવે ભારતીય બાળકોને ચેસની રમતમાં માહેર બનાવવા માટે પ્રયાસ કરશે. આ માટે તેણે અથાગ મહેનત પણ કરવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:05 pm, Fri, 11 December 20

Next Article