Sara Tendulkar : શુભમન ગિલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, એક ખાસ મેસેજ કર્યો !

|

Sep 10, 2021 | 2:00 PM

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધોના સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે. સારાએ ખૂબ જ ખાસ રીતે શુભમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Sara Tendulkar : શુભમન ગિલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, એક ખાસ મેસેજ કર્યો !
Sara Tendulkar - Shubman Gill

Follow us on

Sara Tendulkar : ટીમ ઈન્ડિયા (Team India)ના યુવા ખેલાડી શુભમન ગિલ (Shubhaman Gill) ઈજાને કારણે ઈંગ્લેન્ડ સીરિઝ (England Series)માંથી બહાર છે. ગિલ તેની બેટિંગને કારણે એટલો જ પ્રખ્યાત છે, જેટલો તેના દેખાવને કારણે. ગિલના રિલેશનશિપ સ્ટેટસને લઈને લોકોમાં ઘણી વખત ઘણી ચર્ચા થાય છે, જે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલી છે.

આ હાવભાવથી બંનેના સંબંધો સ્પષ્ટ થયા

શુભમન ગિલે (Shubhaman Gill) પોતાનો 22 મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો. દરમિયાન, તે તેના ચાહકો સાથે વાતચીત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ પણ આવ્યો. આ દરમિયાન, વિશ્વભરના તેમના ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પણ તેને એક અભિનંદન પણ મળ્યું જેના પર બધાની નજર ગઈ.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

હા, શુભમન ગિલના લાઈવ દરમિયાન સચિન તેંડુલકરની પુત્રી સારા (Sara Tendulkar)એ પણ ખાસ ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણીના અર્થથી, તે સમજી શકાય છે કે તે બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ઉંડો છે. સારાએ શુભમના લાઇવ દરમિયાન લખ્યું, ‘HBDDDDDD’. આ ટિપ્પણી સાથે, તેમના સંબંધોના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે.

સારા શુભમન ગિલની બહેનને ફોલો કરે છે

શુભમન ગિલ અને સારા તેંડુલકર (Sara Tendulkar) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહીં, બંને એકબીજાના પરિવારને પણ ફોલો કરે છે. શુભમન ગિલ સારાના પરિવારના તમામ સભ્યોને ફોલો કરે તો નવાઈ નહીં. પરંતુ સારા શુભમનની બહેનોને ફોલો કરે છે સારા ઇન્સ્ટાગ્રામ પર ગિલની બહેન સેહનીલ ગિલને ફોલો કરે છે.

અફેરની ચર્ચાઓ વાયરલ થઈ

ભલે બંનેએ અત્યાર સુધી તેમના સંબંધો પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર કંઈક ટિપ્પણી કરે છે. બંનેના અફેરના સમાચાર પણ આ જ રીતે ઉડ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા (Social media) પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.

શુભમે આ વાતનો ખુલાસો કર્યો હતો

તાજેતરમાં, સારા તેંડુલકર અને ક્રિકેટર શુભમન ગિલની ડેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ છે. જોકે ગિલે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે, તે સિંગલ છે. ગીલે ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે પ્રશ્ન અને જવાબ આપી તેના સિંગલ હોવા વિશે જણાવ્યું હતું.

5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઇન્ડીયા હાલમાં 2-1 થી આગળ છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ પરિણામ વિના પુર્ણ થઇ હતી. તેના બાદ લોર્ડઝ ટેસ્ટમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. જ્યારે હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડે જીતી હતી. તો ફરીથી પલટવાર કરતા ઓવલની બાજી વિરાટ સેનાએ પોતાના નામે કરી લીધી હતી. આમ ભારતીય ટીમ 2-1 થી સિરીઝમાં આગળ છે.

 

આ પણ વાંચો : Weight Loss Tips : જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ 6 ઓછી કેલરીવાળા ખોરાકને તમારા આહારમાં સામેલ કરો

આ પણ વાંચો : T20 World Cup: ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સુધી, આ દિગ્ગજો પર દાવ લગાવવામાં આવ્યો

Next Article