IPL 2021: સંજય માંજરેકરે ફરી રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યું, બેટિંગમાં ભૂલો કાઢી

|

Oct 01, 2021 | 2:33 PM

KKR સામે જાડેજાએ મેચ જીત્યાના થોડા દિવસો બાદ માંજરેકરની ટિપ્પણી સામે આવી. ડાબા હાથના બેટ્સમેને માત્ર નવ બોલમાં 22 રન બનાવ્યા હતા.

IPL 2021: સંજય માંજરેકરે ફરી રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યું, બેટિંગમાં ભૂલો કાઢી
sanjay manjrekar still not convinced with ravindra jadeja batting said can he scored run against quality pace bowlers

Follow us on

IPL 2021: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજા, જ્યારે પણ આ નામો એકસાથે લેવામાં આવે છે, ત્યારે ચોક્કસ વિવાદ ઉભો થાય છે.

માંજરેકર (sanjay manjrekar) જાડેજાની રમત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને ફરી એક વખત તેમણે આ જ કામ કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં ચેન્નાઇ સુપર કિંગ્સના સૌથી વિસ્ફોટક ખેલાડીઓમાંના એક જાડેજા આ સિઝનમાં તેના બેટથી ધમાલ મચાવતા જોવા મળ્યા છે. પરંતુ સંજય માંજરેકરે કહ્યું છે કે, તે જાડેજા (ravindra jadeja )ની બેટિંગથી હજુ સંતુષ્ટ નથી.

માંજરેકર રવિન્દ્ર જાડેજા પર તેમની ટિપ્પણીઓ માટે ચર્ચામાં રહ્યા છે. તેણે 2019 વર્લ્ડ કપ દરમિયાન જાડેજાને ‘બિટ્સ એન્ડ પીસ’ ખેલાડી ગણાવ્યો હતો અને આ પછી મોટો વિવાદ થયો હતો જેના પર જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી. માંજરેકરે ફરી એકવાર તે જ ખેલાડી પર ખુલ્લેઆમ કહ્યું છે કે તે હજુ પણ જાડેજાની બેટિંગથી સહમત નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

માંજરેકરે જાડેજાની બેટિંગ પર સવાલો ઉઠાવ્યા

KKR સામે જાડેજાની મેચ જીત્યાના થોડા દિવસો બાદ માંજરેકર (sanjay manjrekar)ની ટિપ્પણી સામે આવી. ડાબા હાથના બેટ્સમેને માત્ર 9 બોલમાં 2 ચોગ્ગા અને છગ્ગા સહિત 22 રન બનાવ્યા હતા અને સીએસકે માટે મેચ ફેરવી નાખી હતી. પરંતુ સંજય માંજરેકરને હજુ પણ શંકા છે કે શું રવિન્દ્ર જાડેજા (ravindra jadeja ) ઝડપી બોલરો સામે પ્રભુત્વ જમાવી શકશે.

શું જાડેજા વર્લ્ડ ક્લાસ બોલરોનો સામનો કરી શકશે?

એક સમચારની વેબાઈસાઈટ સાથે વાત કરતા માંજરેકરે કહ્યું- “હું હજુ પણ જાડેજાની બેટિંગ વિશે વિશ્વાસ કરતો નથી, ખાસ કરીને સીએસકેએ તેને જે ભૂમિકા આપી છે. જો તેને દરેક મેચમાં સમાન ભૂમિકા મળશે તો શું તે શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો સામે પોતાનું પ્રદર્શન ચાલુ રાખી શકશે કે નહીં? કારણ કે અત્યાર સુધી જાડેજાએ પ્રસિદ્ધ કૃષ્ણ અને હર્ષલ પટેલ જેવા બોલરો પર રન બનાવ્યા છે. તે જોવાનું બાકી છે કે તે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા ઝડપી બોલરો સામે સમાન રીતે આક્રમક બનશે કે નહીં.

જાડેજા શાનદાર ફોર્મમાં છે

જાડેજા (ravindra jadeja આઈપીએલ 2021 (Indian Premier League)માં બેટથી શાનદાર ફોર્મમાં છે, તેણે આઠ ઈનિંગમાં 150 ની સ્ટ્રાઈક રેટ સાથે 179 રન બનાવ્યા છે. ડાબોડી સ્પિનરે આ આઈપીએલ (Indian Premier League)સિઝનમાં 33 ઓવરમાં સાત વિકેટ સાથે સારી બોલિંગ કરી છે. તેમની 6.8 ની ઈકૉનોમી પણ ઉત્તમ છે. આ સિઝનમાં તેણે CSK માટે મુશ્કેલ પરિસ્થિતિમાં રન બનાવ્યા છે.

આ પણ વાંચો : Congress: G -23 નેતાઓના વિરોધ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ બેકફુટ પર, રણદીપ સુરજેવાલાએ કહ્યું CWCની બેઠક ટૂંક સમયમાં યોજાશે

Next Article