પ્રેગનેન્સી દરમ્યાન સાનિયા મિર્ઝાને સતત આ વાતનો હતો ડર, બે વર્ષે ખોલ્યુ પ્રેરણાદાયી રાઝ

|

Dec 11, 2020 | 10:28 PM

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યુ છે કે, તેને ડર હતો કે, ગર્ભાવસ્થા પછી તે ક્યારેય ટેનિસ કોર્ટ પર પરત નહી ફરી શકે. ગર્ભાવસ્થા દરમ્યાન તેનુ વજન ખુબ જ વધી ગયુ હતુ. જેના પછી તેને લાગી રહ્યુ હતુ કે તે હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહી રમી શકે. વર્ષ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક […]

પ્રેગનેન્સી દરમ્યાન સાનિયા મિર્ઝાને સતત આ વાતનો હતો ડર, બે વર્ષે ખોલ્યુ પ્રેરણાદાયી રાઝ

Follow us on

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યુ છે કે, તેને ડર હતો કે, ગર્ભાવસ્થા પછી તે ક્યારેય ટેનિસ કોર્ટ પર પરત નહી ફરી શકે. ગર્ભાવસ્થા દરમ્યાન તેનુ વજન ખુબ જ વધી ગયુ હતુ. જેના પછી તેને લાગી રહ્યુ હતુ કે તે હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહી રમી શકે.

વર્ષ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝાએ ઓક્ટોબર 2018 માં પોતાના પ્રથમ સંતાન ઇઝહાનને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તે જાન્યુઆરી 2020માં ટેનિસ કોર્ટ પર પરત ફરી હતી. વાપસી પછી તેણે પોતાની પહેલી ટેનિસ ટુર્નામેન્ટ ડબલ્યુટીએ હોબાર્ટ ઇન્ટરનેશનલ 2020 માં મહિલા જોડીમાં ભાગ લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સાનિયા એ અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સની ડોક્યુમેન્ટ્રી ‘બીઇંગ સેરેના’ જોયા બાદ તમામ માતાઓ માટે એક ખુલ્લો પત્ર લખ્યો છે. સાનિયા એ પોતાના પત્રમાં લખ્યુ છે કે, ગર્ભાવસ્થા અને એક બાળકે મને એક શ્રેષ્ઠ માણસ બનાવી છે. તેણે કહ્યુ કે, ગર્ભાવસ્થા એક એવી ચીજ છે, જેને મે જીવનમાં પ્રથમ વાર અનુભવ કર્યો હતો. મેં તેના વિશે વિચાર્યુ હતુ અને મને લાગતુ હતુ કે આપણાં સૌના મનમાં તેના વિશે એક છબી હશે, પરંતુ જ્યારે તમે તેનો અનુભવ લેશો ત્યારે આપ એનો મતલબ સમજી શકો છો. એક માણસના રુપમાં આ તમને બદલી નાંખે છે.

34 વર્ષની સાનિયા આગળ કહે છે કે, ગર્ભાવસ્થા દરમ્યાન 23 કિલો વજન વધી ગયુ હત, જેનાથી મને વિશ્વાસ નહોતો કે હું ફરી થી ટેનિસ કોર્ટમાં પહોંચી શકવા માટે ફીટ થઇ શકીશ કે નહી. હું ટેનિસ રમી શકીશ કે નહી. જો કે મે તમામ વર્ક આઉટ કર્યા અને લગભગ 26 કિલો જેટલુ વજન ઓછુ કર્યુ હતુ. હુ એટલા માટે ટેનિસમાં પરત ફરી શકી છુ, કારણ કે હુ તેને પ્યાર કરતી હતી. આખરે જ્યારે મેં કોર્ટ પર વાપસી કરી તો મેં હોબાર્ટ ઇન્ટરનેશનલ ખિતાબ જીતી લીધો હતો, જે મારા માટે એક અલગ જ અહેસાસ હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:14 pm, Fri, 27 November 20

Next Article