સચિન તેંદુલકરે આજે 15 નવેમ્બરે જ ક્રિકેટની શરુઆત કરી હતી, અને આજે જ ટેસ્ટ ક્રિકટમાંથી વિદાય મેળવી હતી

|

Nov 15, 2020 | 2:45 PM

ક્રિકેટ ઇતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે જ 1989માં એટલે કે 31 વર્ષ અગાઉ 16 વર્ષ અને 205 દિવસની ઉંમર ધરાવતા એક છોકરાએ કરાંચીના નેશનલ સ્ટેડીયમમાં ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ. એ વખતે તે મુશ્તાક મહંમદ અને આકિબ જાવેદ બાદ સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરનારો ત્રીજો ટેસ્ટ ક્રિકેટર હતો. ત્યારે કદાચ કોઇએ […]

સચિન તેંદુલકરે આજે 15 નવેમ્બરે જ ક્રિકેટની શરુઆત કરી હતી, અને આજે જ ટેસ્ટ ક્રિકટમાંથી વિદાય મેળવી હતી

Follow us on

ક્રિકેટ ઇતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે જ 1989માં એટલે કે 31 વર્ષ અગાઉ 16 વર્ષ અને 205 દિવસની ઉંમર ધરાવતા એક છોકરાએ કરાંચીના નેશનલ સ્ટેડીયમમાં ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ. એ વખતે તે મુશ્તાક મહંમદ અને આકિબ જાવેદ બાદ સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરનારો ત્રીજો ટેસ્ટ ક્રિકેટર હતો. ત્યારે કદાચ કોઇએ વિચાર્યુ નહી હોય કે આ છોકરો એક દિવસે ક્રિકેટમાં ભગવાન તરીકે ઓળખાશે. બિલકુલ ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરની જ આ વાત છે.

સચિન તેંદુલકરની સફર શરુ થઇ હતી અહી થી જ, જેણે ક્રિકેટ વિશ્વમાં પોતાની અમિટ છાપ છોડી હતી. કિર્તીમાનોની લાઇન લગાવી દેતા સચિને કુલ 200 ટેસ્ટ મેચ રમી હતી. 24 વર્ષના કેરીયર દરમ્યાન સચિન તેંદુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 53.78 રનની સરેરાશ થી 15,921 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેમણે 51 ટેસ્ટ શતક અને 68 અર્ધશતક લગાવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રથમ ટેસ્ટ મેચમાં સચિનને છઠ્ઠા નંબર પર બેટીંગ કરવા માટે મોકલવાાં આવ્યો હતો. ભારતની કેપ્ટનશીપ કૃષ્ણમાચારી શ્રીકાંત નિભાવી રહ્યા હતા. પ્રથમ ઇનીંગમાં પાકિસ્તાને 409 રન બનાવીને ભારતને દબાણમાં લાવી દીધુ હતુ. તો બીજી તરફ ભારતીય ટીમ એક સમયે 41 રન પર જ ચાર વિકેટને ખોઇ બેઠુ હતુ. મનોજ પ્રભાકરની વિકેટ પડવા બાદ હવે વારો સચિન તેંદુલકરનો આવ્યો હતો.

સચિને 24 બોલનો સામનો કર્યો હતો. અને બે ચોગ્ગાની મદદ થી 15 રન બનાવ્યા હતા. સાથે જ મહમંદ અઝહરુદ્દીન સાથે 32 રનની ભાગીદારી કરી હતી. અંતે સચિનને એ જ પાકિસ્તાની બોલરે બોલ્ડ કર્યો હતો કે જે પણ પોતાના કેરીયરની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. તે બોલર પણ વકાર યુનુસ હતો. ભારતે પ્રથમ ઇનીંગમાં 262 રન બનાવ્યા હતા. મજાની વાત એ હતી કે કરાંચી ટેસ્ટમાં સચિન અને વકાર ઉપરાંત શાહિદ સઇદ અને સલિલ અંકોલાએ પણ ડેબ્યુ કર્યુ હતુ. સઇદ અને અંકોલા માટે આ ટેસ્ટ પહેલી અને આખરી ટેસ્ટ સાબિત થઇ હતી. જ્યારે સચિન લાંબી મઝલ પર આગળ વધ્યો હતો.

પાકિસ્તાને પોતાની બીજી ઇનીંગ 305 રન પાંચ વિકેટે ઘોષિત કરી દીધી હતી. આમ ભારતે 453 રનનુ લક્ષ્ય સામે આવ્યુ હતુ. ભારતીય બેટ્સમેનએ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ વિકેટે 303 રન કરીને મેચને ડ્રોમાં ખેંચી લીધી હતી. જોકે સચિનને બીજી ઇનીંગમાં બેટીંગ કરવાનો મોકો મળી શક્યો નહોતો. આ દરમ્યાન પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા કપિલ દેવે આ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપી હતી અને એક અર્ધ શતક પણ ફટકાર્યુ હતુ. જે મેન ઓફ ધ મેચ બન્યા હતા.

વર્ષ 2013માં સચિને ટેસ્ટ ક્રિકેટની આખરી પારી પણ 15 નવેમ્બરે રમી હતી અને તે પણ એક સંયોગ જ હતો. વેસ્ટઇન્ડીઝની સામે 14 નવેમ્બરે શરુ થયેલા મુંબઇ ટેસ્ટના બિજા દિવસે એટલે કે 15 તારીખે સચિન 74 રન બનાવીને પરત ફર્યો હતો. આ સાથે જ 24 વર્ષ અને એક દિવસના સફરના અંતે સચિને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી લીધી હતી. ભારતે આ ટેસ્ટને એક ઇનીંગ અને 126 રન થી જીતી લીધી હતી.

સચિને ભારત માટે 200 ટેસ્ટ અને 463 વન ડે મેચ રમી હતી. જેના નામે આંતરરાષ્ટ્રીય સ્તર પર 100 શતક છે. વન ડેમાં તેણે 18,426 રન બનાવ્યા હતા. જેમાં તેણે 49 શતક લગાવ્યા હતા. ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા હતા, જેમાં 51 શતક કર્યા હતા. વર્ષ 2006માં દક્ષિણ આફ્રિકા સામે એક ટી-20 મેચ રમ્યો હતો, જેમાં 10 રન બનાવ્યા હતા.

બીસીસીઆઇ એ એક ટ્વીટ કરીને કહ્યુ છે કે, આજના દિવસે વર્ષ 1989 માં સચિન તેંદુલકરે પોતાની પહેલી આંતર રાષ્ટ્રીય મેચ રમી હતી. 2013માં આ મહાન ખેલાડીએ આખરી વાર ભારત માટે મેદાનમાં ઉતર્યો હતો. પુરા વિશ્વમાં લાખો લોકોને પ્રેરિત કરવાને લઇને આભાર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:36 pm, Sun, 15 November 20

Next Article