Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા

|

Jul 25, 2021 | 10:45 AM

પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ અને અરવિંદ સિંહની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.ભારતીય ખેલાડીઓ આ રેસ પુરી કરવા માટે 6:51:36નો સમય લીધો હતો.27 જુલાઈના રોજ રમાનાર સેમીફાઈનલમાં સૌની નજર રહેશે.

Indian rowers :   ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા
rowers Arjun Lal and Arvind Singh have qualified for the SEMI-FINAL of Men's Lightweight Double

Follow us on

Indian rowers :  આજે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં  પુરૂષોની લાઇટ વેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ (Arjun Lal) અને અરવિંદ સિંહ(Arvind Singh) ની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.27 જુલાઈના રોજ રમાનાર સેમીફાઈનલ (semifinal)માં અર્જુન લાલ અને અરવિંદ સિંહના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) રોઈંગ (Rowing) સ્પર્ધા એટલે કે, નૌકા રેસમાં ભારતે મેડલ જીતવાની આશામાં વધારો કર્યો છે. ભારતના અર્જુન લાલ અને અરવિંદ સિંહ સેમીફાઈનલ (semifinal)માં સ્થાન મેળવ્યું છે. બંન્ને ખેલાડીઓ આજે રમાનાર મેન્સ લાઈટવેટ ડબલ્સની કેટેગરી(Men’s Lightweight Doubles Sculls) માં રેપચેજ રાઉન્ડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ આ સાથે જ સેમીફાઈનલમાં જવા માટેની જગ્યા બનાવી છે. ભારતીય ખેલાડીઓ આ રેસ પુરી કરવા માટે 6:51:36નો સમય લીધો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

રેપચેજ રાઉન્ડમાં પૌલેન્ડની જોડી પ્રથમ નંબર પર રહી હતી. જેમાં 6 મિનિટ 43 સેકન્ડનો સમય લીધો હતો. ત્યારે સ્પેનની જોડીએ 6 મિનિટ 45 સેકેન્ડનો સમય લઈ બીજા નંબર પર આવી હતી. તેમજ રોઈંગ ડબલ્સમાં સેમીફાઈનલ 27 જુલાઈના રોજ રમાશે.

જોકે, રવિવારે ભારતને રોઇંગમાં મેડલ જીતવાની આશા વધી ગઈ છે, જ્યારે મહિલા શૂટિંગ ઇવેન્ટમાં ભારતનુ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ, 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટના મહિલા વિભાગમાં ભારતની મનુ ભાકર અને યશસ્વિની દેશવાલ ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ, બેડમિંટનથી ભારત માટે એક સારા સમાચાર છે, જ્યાં ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ (P.V.sindhu)એ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ મેચમાં જીત મેળવી છે.

અર્જુન લાલ (Arjun Lal) અને અરવિંદ સિંહ(Arvind Singh)  સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. રોઈંગમાં ભારતને મેડલની આશા છે. 27 જુલાઈના રોજ સેમીફાઈનલના મુકાબલામાં આ બંન્ને ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તેવી ચાહકોમાં આશા છે. પાણીમાં જેટલી તેમની હોડી ઝડપથી દોડશે તેવી રીતે જ મેડલ તેમની નજીક આવશે.

આ પણ વાંચો : P. V. Sindhu : ઓલિમ્પિકમાં બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પ્રથમ મેચ જીતી, ઈઝરાયલની ખેલાડીને હાર આપી

Next Article