રોહિત શર્માની ઇજાને લઇને સવાલ પુછાતા જ ગાંગુલી ભડક્યો, કહ્યુ રોહિત ને જ જઇને પુછો

|

Nov 14, 2020 | 8:43 AM

ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની ઇજા અને તેના કારણે ટીમમાં પસંદગીનો મુદ્દો હજુ પણ શાતં પડ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીના નિવેદનો બાદ પણ રોહિત શર્મા આઇપીએલની અંતિમ ત્રણ મેચ રમ્યો હતો. આવામાં એકવાર ફરીથી રોહિત શર્માને લઇને સવાલ ઉઠતા ગાંગુલીએ હડબડાહટમાં કહી દીધુ હતુ કે, […]

રોહિત શર્માની ઇજાને લઇને સવાલ પુછાતા જ ગાંગુલી ભડક્યો, કહ્યુ રોહિત ને જ જઇને પુછો

Follow us on

ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની ઇજા અને તેના કારણે ટીમમાં પસંદગીનો મુદ્દો હજુ પણ શાતં પડ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીના નિવેદનો બાદ પણ રોહિત શર્મા આઇપીએલની અંતિમ ત્રણ મેચ રમ્યો હતો. આવામાં એકવાર ફરીથી રોહિત શર્માને લઇને સવાલ ઉઠતા ગાંગુલીએ હડબડાહટમાં કહી દીધુ હતુ કે, આ માટે ખુદ રોહિત ને જ જઇને પુછવુ જોઇએ.

યુએઇમાં યોજાયેલી આઇપીએલ 2020 ના દરમ્યાનન રોહિત શર્મા 18 ઓક્ટોબરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના એક પગે હૈમસ્ટ્રિંગ ઇજા પહોચવાની તકલીફ સામે આવી હતી. જેના કારણે મુંબઇ ઇન્ડિયન્સની ચાર મેચ તે રમી શક્યો નહોતો. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે તેનુ કોઇ પણ ફોર્મેટ માટે તેની પસંદગી બીસીસીઆઇ દ્રારા જાહેર કરાયેલી ટીમમાં કરાઇ નહોતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ ઉપરાંત રોહિત ની ઇજાને લઇને ગાંગુલી અને શાસ્ત્રીએ પણ તેને ચેતવણી આપતા નિવેદન પણ જારી કરવામા આવ્યા હતા. આમ છતાં પણ તે પોતાની ટીમ માટે રમતો મેદાન પર જોવા મળ્યો હતો. સાથે જ તેણે એમ પણ કહી દીધુ હતુ કે તે પુર્ણ રીતે ફીટ છે. હવે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ એક વાર ફરી થી કહ્યુ છે કે રેહિત પુરી રીતે ફીટ નથી. ધ વિક મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુ દરમ્યાન ગાંગુલીએ કહ્યુ હતુ કે, ખુદ રોહિત ને જ તેની ફિટનેશના અંગે પુછવુ જોઇએ. ગાંગુલીના હવાલા થી ધ વિક દ્રારા લખ્યુ છે કે, રોહિત હજુ પણ સીત્તેર ટકા જેટલો જ ફીટ છે. તમે ખુદ જ કેમ રોહિતને નથી પુછતા, આ માટે જ તો તેને વન ડે અને ટી-20 ફોર્મેટ માટે સામેલ નથી કર્યો, તેને ટેસ્ટમાં જગ્યા અપાઇ છે.

મુંબઇ ઇન્ડિયન્સ ને પાંચમી વાર ચેમ્પિયન્સ બનાવ્યા બાદ રોહિત શર્માની ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલીયા પ્રવાસે નથી ગયો. પરંતુ તે પોતાની આઇપીએલ ટીમની સાથે મુંબઇ પરત ફરી છે. જાણકારી મુજબ રોહિત દિવાળી સુઘી મુંબઇમાં રહીને તે બેંગ્લોર જશે. જ્યાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાના ફીટનેશ માટે કામ કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article