રોહિત શર્માના એસેસમેન્ટની તારીખને લઇને ગાવાસ્કરે નારાજગી દર્શાવી, કહ્યુ આમ કરી શક્યા હોત

|

Dec 04, 2020 | 10:17 AM

એક તરફ ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરુઆત ભારતીય ટીમ સંઘર્ષ સાથે કરતી નજરે ચઢી રહી છે. તો બીજી તરફ રોહિત શર્મા હજુ પણ ઓસ્ટ્રેલીયા થી દુર છે. ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરવામાં આવેલા રોહિત શર્માની ઇજાને લઇને વિવાદો શમવાનુ નામ નથી લઇ રહ્યા. રોહિત શર્મા હાલમાં ફિટનેશ પર કાર્ય કરી રહ્યો છે. જેનુ આગામી 11 ડિસેમ્બરે ફીટનેશ […]

રોહિત શર્માના એસેસમેન્ટની તારીખને લઇને ગાવાસ્કરે નારાજગી દર્શાવી, કહ્યુ આમ કરી શક્યા હોત

Follow us on

એક તરફ ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરુઆત ભારતીય ટીમ સંઘર્ષ સાથે કરતી નજરે ચઢી રહી છે. તો બીજી તરફ રોહિત શર્મા હજુ પણ ઓસ્ટ્રેલીયા થી દુર છે. ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરવામાં આવેલા રોહિત શર્માની ઇજાને લઇને વિવાદો શમવાનુ નામ નથી લઇ રહ્યા. રોહિત શર્મા હાલમાં ફિટનેશ પર કાર્ય કરી રહ્યો છે. જેનુ આગામી 11 ડિસેમ્બરે ફીટનેશ એસેસમેન્ટ થનાર છે. જેનો મતલબ એ છે કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ રમી શકશે નહી. રોહિત શર્માના ફીટનેશન એસેસમેન્ટને લઇને હવે પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે પણ નારાજગી દર્શાવી છે.

સુનિલ ગાવાસ્કરે એક સમાચાર સંસ્થા સાથે વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, રોહિતનો ફિટનેસ એસેસમેન્ટ 8 ડિસેમ્બરે કેમ કરી શકાતો નથી. આ ત્રણ ચાર દીવસમાં કોઇ જ પરીવર્તન નથી આવનાર. પ્રથમ એસેસમેન્ટ થવાના પહેલા ઓસ્ટ્રેલીયા જઇ શકતો હતો. ત્યાં ક્વોરન્ટાઇન થયા પછી અભ્યાસ પણ કરી શકતો હતો અને તે બીજી ટેસ્ટ મેચમાં પણ રમી શકતો હતો. આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્મા રમ્યો હતો. તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ ને ફાઇનલમાં ફીફટી ફટકારીને જીત પણ અપાવી હતી. ત્યાર બાદ તે ભારત પરત ફર્યો હતો. બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફીટનેશ અભ્યાસ શરુ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઘણો સુધાર થયા બાદમાં વિરાટ કોહલીએ તેના વિશે કોઇ જાણકારી નહી હોવાની વાત કહી હતી. ત્યાર પછી તો ચારે તરફ થી ચર્ચાઓ થતા બીસીસીઆઇ નુ નિવેદન આવ્યુ હતુ કે, 11 ડિસેમ્બરે રોહિત શર્માના ફિટનેશનો એસેસમેન્ટ કરવામાં આવનાર છે. વિરાટ કોહલી પાછળની ત્રણ ટેસ્ટમાં પરત ભારત આવશે, જ્યારે રોહિત પહોંચી શકશે નહી તો આવી સ્થિતીમાં ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલી ભરી બની જશે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર જવાબદારી રહેશે, પરંતુ તે નિભાવી શકવાની કોઇ ગેરંટી નથી. રોહિતનુ ટીમમાં હોવુ મહત્વનુ છે. ઓસ્ટ્રેલીયાની પીચના ઉછાળ અને ગતીમાં તે સારો સાબિત નિવડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 10:15 am, Fri, 4 December 20

Next Article