Breaking News : યુવરાજ સિંહ અને રોબિન ઉથ્પ્પાની મુશ્કેલીઓ વધી, EDએ પુછરછ માટે બોલાવ્યા

એવા સમાચાર છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ બંને પહેલા ED સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરી ચૂકી છે. ચાલો જાણીએ કે ED એ ઉથપ્પા અને યુવરાજને કેમ સમન્સ પાઠવ્યા.

Breaking News : યુવરાજ સિંહ અને રોબિન ઉથ્પ્પાની મુશ્કેલીઓ વધી, EDએ પુછરછ માટે બોલાવ્યા
| Updated on: Sep 16, 2025 | 12:51 PM

ઓનલાઈન બેટિંગ એપ મામલે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને ઈડીએ પુછપરછ માટે બાલાવ્યા છે.EDએ બંન્ને પૂર્વ ક્રિકેટરોને નોટિસ મોકલી પુછપરછ માટે બોલાવ્યા છે. સુત્રો મુજબ EDએ 22 સપ્ટેમ્બરના રોજ રોબિન ઉથપ્પાને પુછપરછ માટે બોલાવ્યો છે. તેમજ 23 સપ્ટેમ્બરના રોજ યુવરાજ સિંહને પુછપરછ માટે બોલાવ્યો છે. એ પણ કહેવામાં આવ્યું છે કે, બંન્ને ક્રિકેટરોની પુછપરછ દિલ્હી સ્થિત EDના હેડક્વાર્ટરમાં થશે.જ્યારે સોનુ સૂદને બીજા દિવસે એટલે કે 24 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

 

ઓનલાઈન બેટિંગ એપ સાથે જોડાયેલો છે ઘટના

હવે સવાલ એ છે કે, રોબિન ઉથપ્પાનીED પુછપરછ ક્યાં કેસને લઈ કરશે. તો ભારતના પૂર્વ ક્રિકેટરો સાથે પુછપરછ ઓનલાઈન બેટિંગ એપ મામલા સાથે થશે. ઉથપ્પા આ મુદ્દે ED દ્વારા સમન્સ મોકલવામાં આવેલા પહેલા ક્રિકેટર નથી. તેમના પહેલા સુરેશ રૈના અને શિખર ધવનને પણ આ અંગે સમન્સ પાઠવવામાં આવ્યા છે. ED દ્વારા ભારતીય ક્રિકેટરોની પૂછપરછ કરવાનો આ સમગ્ર મામલો સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet સાથે સંબંધિત છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે તપાસ ઝડપી બનાવી રહ્યું છે. આ કિસ્સામાં, ED ની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ ચાલી રહી છે.અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે.

ED ની પૂછપરછમાં શું થશે?

ED યુવરાજ અને ઉથપ્પાને 1xBet સાથેના તેમના સંબંધો વિશે પૂછપરછ કરી શકે છે. કંપની સાથે તેમનો કેવા પ્રકારનો કરાર છે? તેમને કેટલા પૈસા મળ્યા? આ બધા મુદ્દાઓ પર પ્રશ્નો અને જવાબો હોઈ શકે છે.

શું છે ‘1xBet’ સાથે જોડાયેલો કેસ?

આ તપાસ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત છે, જેના પર કરોડો રૂપિયાની છેતરપિંડી અને મોટી કરચોરીનો આરોપ છે.કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે, અને ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે.

કેન્સર સામે જીત મેળવી ,અભિનેત્રી સાથે કર્યા લગ્ન 2 બાળકોનો પિતા છે યુવરાજ સિંહ અહી ક્લિક કરો

 

Published On - 12:38 pm, Tue, 16 September 25