RCB: રોયલ ચેલેન્જર્સનો પૂર્વ કેપ્ટન જેણે ઓછી ઉંમરે ડેબ્યુ કર્યુ અને ઓળખાવા લાગ્યો ‘હેરી પોર્ટર’

|

Jan 27, 2021 | 11:49 AM

ન્યુઝીલેન્ડ (New Zealand) નો એવો ખેલાડી જેને ક્રિકેટના હેરી પોર્ટર (Harry Porte) તરીકે ઓળખવામા આવે છે. આઠમાં નંબર પર રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ (World Record) સર્જનાર અને પોતાના લુકને કારણે હેરી પોર્ટર તરીકે મશહૂર બન્યો હતો. આ વાત છે, ડેનિયલ વિટ્ટોરી (Daniel Vittori) ની.

RCB: રોયલ ચેલેન્જર્સનો પૂર્વ કેપ્ટન જેણે ઓછી ઉંમરે ડેબ્યુ કર્યુ અને ઓળખાવા લાગ્યો હેરી પોર્ટર
પોતાના લુકને કારણે હેરી પોર્ટર તરીકે મશહૂર બન્યો હતો.

Follow us on

ન્યુઝીલેન્ડ (New Zealand) નો એવો ખેલાડી જેને ક્રિકેટના હેરી પોર્ટર (Harry Porte) તરીકે ઓળખવામા આવે છે. આઠમાં નંબર પર રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ (World Record) સર્જનાર અને પોતાના લુકને કારણે હેરી પોર્ટર તરીકે મશહૂર બન્યો હતો. આ વાત છે, ડેનિયલ વિટ્ટોરી (Daniel Vittori) ની. વિટ્ટોરીના રેકોર્ડનો પ્રવાસ પણ લાંબો છે. તે 18 વર્ષની ઉંમરે જ ટેસ્ટ ડેબ્યુ કરી ચુકનાર ન્યુઝીલેન્ડનો સૌથી યુવાન ખેલાડી હતો. તેમના પિતા ઇટાલી (Italy) અને માતા ન્યુઝીલેન્ડની છે. સો વિકેટ લેવા વાળો વિશ્વનો સૌથી યુવાન સ્પિનર છે. તે સમયે તે 21 વર્ષનો હતો. વિટ્ટોરીનો આજે 27 જાન્યુઆરીએ જન્મ દિવસ છે. તે 1979માં ઓકલેન્ડ (Auckland) માં જન્મ્યો હતો. તેની ગણના લેફ્ટ હેન્ડ સ્પિનરમાં સર્વશ્રેષ્ઠ બોલર તરીકે કરવામાં આવે છે.

વિટ્ટોરીના રેકોર્ડની વાત કરવામાં આવે તો તે, આઠમાં નંબરે બેટીંગમાં આવીને સૌથી વધુ 2227 રન બનાવનારો ખેલાડી નોંધાયો છે. આ તેના નામે વિશ્વ રેકોર્ડ છે. 300 વિકેટ અને 3000 ટેસ્ટ રનની ઉપલબ્ધી પણ તેના જ ખાતામાં જમા છે. સ્પિનરના રુપે લેફ્ટ હેન્ડ સ્પિનર તરીકે સૌથી વધુ 362 વિકેટ પણ તેના જ નામે દર્જ છે. 18 વર્ષ અને 10 દિવસની ઉંમરે જ તેણે ન્યુઝીલેન્ડ તરફ થી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતુ. આમ સૌથી ઓછી ઉંમરમાં જ ટેસ્ટ રમનારો ન્યુઝીલેન્ડનો ખેલાડી બન્યો હતો. જોત જોતામાં જ તે, 21 વર્ષની ઉંમરમાં 100 ટેસ્ટ વિકેટ ઝડપી ચુક્યો હતો.

બોલ થી જાદુ દર્શાવનારા વિટ્ટારીએ બેટીંગમાં પણ આવો જ કમાલ દેખાડ્યો છે. તેણે ટેસ્ટમાં છ ટેસ્ટ સદી ફટકારી છે. વર્ષ 2007માં જ્યારે સ્ટીફન ફ્લેમીંગ એ ન્યુઝીલેન્ડ ની કેપ્ટનશીપ છોડી તો વિટ્ટોરી તેના સ્થાન પર આવ્યો હતો. તેના નેતૃત્વમાં કીવી ટીમ એ 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ અને 2011 વિશ્વકપ માં સેમિફાઇનલ સુધી ટીમ પહોંચી શકી હતી. ત્યાર બાદ તેણે આ જવાબદારી છોડી દીધી હતી. વર્ષ 2015માં વિશ્વકપ ફાઇનલ મેચ તેના કેરિયરની આખરી મેચ રહી હતી. એ દમ્યાન તેણે સંન્યાસ લઇ લીધો હતો. વિટ્ટોરીએ 113 ટેસ્ટમાં 362 અને વન ડે માં 305 તેમજ ટી20માં 38 વિકેટ ઝડપી ચુક્યો છે. સાથે જ 4531 ટેસ્ટ અને 2253 વન ડે રન પણ બનાવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડેનિયર વિટ્ટોરીએ 1997માં 17 વર્ષની ઉંમરે જ ફસ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. જે મેચમાં તેમે પ્રથમ વિકેટ ઇંગ્લેંડના પુર્વ કેપ્ટન નાસિર હુસેનની મળી હતી. એક મહિના બાદ ઇંગ્લેંડ સામે જ તેણે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. ત્યાર બાદ તેણે નાસિર હુસેનને ફરી થી આઉટ કર્યો હતો. આગળ વધતા તેણે ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ 112 ટેસ્ટ અને 248 વન ડે મેચ રમ્યો હતો. આઠમો એવો ખેલાડી છે, જેણે 300 થી વધુ વિકેટ ઝડપી હતી. સાથે જ 3000 થી વધુ રન પણ બનાવ્યા હતા. તે એ પસંદગીનો ખેલાડી હતો જેણે હંમેશા ચશ્મા લગાવીને ક્રિકેટ રમી હતી.

વિટ્ટોરીએ પોતાના ટેસ્ટ કેરિયરમાં સૌથી વધારે વખત શેન વોર્ન (Shane Warne) ને આઉટ કર્યો છે. તેણે તેને 9 વખત ઓસ્ટ્રેલીયન સ્પિનર વોર્નને આઉટ કર્યો હતો. એક વાર તો શેન વોર્નને 99 રન પર જ આઉટ કરી દીધો હતો, આમ વોર્ન પોતાનુ ટેસ્ટ શતક ચુકી ગયો હતો. IPL માં વિટ્ટોરી દિલ્હી ડેયર વિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યો હતો. વિટ્ટોરીની કેપ્ટનશીપમાં RCB ફાઇનલ સુધી પહોંચી શકી હતી. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી. બાદમાં તે RCB નો કોચ પણ બન્યો હતો.

Next Article