IPL સ્થગિત થતાં વતન પહોંચેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ખાસ ‘દોસ્તો’ વચ્ચે પહોંચ્યાની તસ્વીરો કરી શેર, જુઓ

|

May 06, 2021 | 7:30 PM

આઈપીએલ 2021ને રોકી દેવાયા બાદ મોટાભાગના ખેલાડીઓ બાયોબબલમાંથી બહાર નિકળીને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. અનેક ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ચુક્યા છે તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ પણ હાલમાં દેશમાં કોરોનાની સ્થિતીને લઈ પોતાને આઈસોલેશન જેવી સ્થિતીને અનુસરવા મજબૂર છે.

IPL સ્થગિત થતાં વતન પહોંચેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ખાસ દોસ્તો વચ્ચે પહોંચ્યાની તસ્વીરો કરી શેર, જુઓ
Ravindra Jadeja

Follow us on

આઈપીએલ 2021ને રોકી દેવાયા બાદ મોટાભાગના ખેલાડીઓ બાયોબબલમાંથી બહાર નિકળીને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. અનેક ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ચુક્યા છે તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ પણ હાલમાં દેશમાં કોરોનાની સ્થિતીને લઈ પોતાને આઈસોલેશન જેવી સ્થિતીને અનુસરવા મજબૂર છે.

 

લોકોના જીવન પર કોરોનાને લઈને ખૂબ અસર પહોંચી છે. આવી સ્થિતીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પોતાના ખાસ દોસ્તો વચ્ચે પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા પર તેણે કેટલીક તેના એ ખાસ દોસ્તોની તસ્વીર પણ શેર કરી છે તો ફેંસ પણ તેને ખૂબ વાયરલ કરવા લાગ્યા છે. સાથે જ ફેંસને તે તસ્વીરો પણ ખૂબ પસંદ આવી રહી છે. જુઓ જાડેજાના કેવા છે દોસ્તો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

એ વાતથી તો સૌ કોઈ પરિચીત છો કે રવિન્દ્ર જાડેજાને ઘોડાઓથી ખૂબ જ લગાવ છે. આઈપીએલ 2021 જેવી સ્થગિત થઈ કે તરત બીજા દિવસે રવિન્દ્ર જાડેજા તેના વતન જામનગર પહોંચી ગયો હતો. જ્યાં તેણે તેના ખાસ દોસ્ત ગણાતા ઘોડાઓ સાથે પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવ્યો હતો. જાડેજાએ તે ઘોડાઓની સુંદર તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ જાડેજાએ લખ્યું હતુ કે, હવે હું પરત આવી ગયો છે. જ્યાં હુ પોતાને સુરક્ષિત સમજુ છુ.

https://twitter.com/imjadeja/status/1389934323030106122?s=20

 

રવિન્દ્ર જાડેજા ઘોડા પ્રત્યેના પ્રેમને અનેકવાર તે દર્શાવી ચુક્યો છે. તે તેના ઘોડાઓનું ધ્યાન પણ ખૂબ જ કાળજી પૂર્વક રાખે છે, તેની પાસે સારી નસલના ઘોડાઓ તેના ફાર્મ પર છે. જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમતા આઈપીએલ 2021ની સિઝનમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે બોલીંગ, બેટીંગ અને ફિલ્ડીંગ તમામ રીતે ક્રિકેટ ચાહકોનુ ધ્યાન આકર્ષ્યુ હતુ.

 

આ પણ વાંચો: IPL 2021: બાયોબબલમાં કોરોના વાઈરસ ફેલાવવા અને ટુર્નામેન્ટને લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખુલાસો

Next Article