Big Mistake: રવિ શાસ્ત્રીની ભૂલથી બધું થયું, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરાઈ

|

Sep 10, 2021 | 4:13 PM

લંડનમાં એક પુસ્તક લોન્ચિંગ ઈવેન્ટ હતી, જેમાં શાસ્ત્રી અને કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયાના કેટલાક અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યાં પુસ્તકનું લોકાર્પણ થયું હતું, ત્યાં આખો હોલ લોકોથી ભરેલો હતો.

Big Mistake: રવિ શાસ્ત્રીની ભૂલથી બધું થયું, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરાઈ
Ravi Shastri (File Image)

Follow us on

Big mistake: ભૂલ ક્યારે ભારે પડી જાય છે તે કહી શકાતું નથી. ઈંગ્લેન્ડમાં જે કંઈ થયું તે મોટી ભૂલની આડઅસર હતી. આ ભૂલ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Coach Ravi Shastri)એ કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ ભુલમાં તેનો ભાગીદાર બન્યો હતો. આ બંનેની ભૂલ એવી હતી કે જ્યારે BCCIને તેની જાણ થઈ ત્યારે તે પણ ગુસ્સે થઈ ગયો. હવે આમાંથી આપણે તે ભૂલ કેટલી હદે છે, તેનો ખ્યાલ મેળવી શકીએ છીએ.

વાસ્તવમાં એક પ્રકાશિત સમાચારો અનુસાર BCCI વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી (Coach Ravi Shastri) ગયા અઠવાડિયે લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાથી નારાજ હતા. સમાચારપત્રએ આ માહિતી BCCIથી સંબંધિત તેના સૂત્રો પાસેથી મેળવી છે.

તે લંડનમાં એક પુસ્તક લોન્ચિંગ ઈવેન્ટ હતી, જેમાં શાસ્ત્રી અને કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયાના કેટલાક અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યાં પુસ્તકનું લોકાર્પણ થયું હતું, ત્યાં આખો હોલ લોકોથી ભરેલો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપ્યાના 5 દિવસ બાદ રવિ શાસ્ત્રીનો કોરોના ટેસ્ટ (Corona test) પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કને કારણે બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ, તે બધા પોઝિટિવ મળ્યા હતા. જે બાદ આ બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ECB તરફથી પણ કોઈ છૂટ નથી

બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર “ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ ભારતીય ટીમના સભ્યોને તે ઈવેન્ટમાં આવવાની મંજૂરી આપી ન હતી.” BCCI હવે આ સમગ્ર મુદ્દે ECBના સંપર્કમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે માન્ચેસ્ટરમાં યોજાનારી શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે.

આ નિર્ણય બંને દેશોના ક્રિકેટ બોર્ડની સંમતિથી લેવામાં આવ્યો છે. અગાઉ આ ટેસ્ટ મેચ વિશે સમાચાર હતા કે તે શુક્રવારથી શરૂ થઈ શકશે નહીં. પરંતુ ત્યારબાદ બંને બોર્ડે પરસ્પર મંજૂરીથી તેને રદ કરવાનો નિર્ણય કર્યો. મેચ રદ થવા દરમ્યાન ટીમ ઈન્ડીયા સિરીઝમામાં 2-1થી આગળ હતી.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના કેમ્પમાં વધતા જતા કોરોનાના પ્રમાણને જોતા ટીમ ઈન્ડિયાએ મેદાન પર ઉતરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચને રોકી દેવાઈ હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2007માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માન્ચેસ્ટર ટેસ્ટ ટળવાને લઈને ક્રિકેટ ફેન્સની માફી માંગી છે. સાથે જ કહ્યું છે કે તેને લઈને ડિટેઈલ ઈન્ફોર્મેશન જલ્દીથી શેર કરવામાં આવશે.

આ પણ વાંચો : Sara Tendulkar : શુભમન ગિલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, એક ખાસ મેસેજ કર્યો !

Next Article