T-20 વર્લ્ડ કપ બાદ બદલાઇ શકે છે ટીમ ઇન્ડિયા ! રવિ શાસ્ત્રી સહિત અન્ય સપોર્ટ સ્ટાફનો રસ્તો થઇ શકે છે અલગ

|

Aug 11, 2021 | 10:55 AM

રિપોર્ટ પ્રમાણે રવિ શાસ્ત્રીએ ક્રિકેટ બોર્ડના સભ્યોને પોતાની ઇચ્છા વિશે જણાવ્યુ પણ છે.  તેમણે કહ્યું કે કરાર સમાપ્ત થયા બાદ તે ટીમ ઇન્ડિયાથી અલગ થવાનું વિચારી રહ્યા છે. સાથે જ ટીમનો બીજો સપોર્ટ સ્ટાફ આઈપીએલ ટીમ સાથે સતત સંપર્કમાં છે.

T-20 વર્લ્ડ કપ બાદ બદલાઇ શકે છે ટીમ ઇન્ડિયા ! રવિ શાસ્ત્રી સહિત અન્ય સપોર્ટ સ્ટાફનો રસ્તો થઇ શકે છે અલગ
Ravi Shastri (File Photo)

Follow us on

અહેવાલ છે કે ટી ​​20 વર્લ્ડ કપ (T-20 World Cup) બાદ ભારતીય મેંસ ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘણું બધું બદલાઈ ગયેલુ હશે. તેમનો સપોર્ટ સ્ટાફ અલગ થઇ શકે છે. રવિ શાસ્ત્રીનો ઇરાદો પણ હવે કંઇક અલગ છે.  ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થવા માંગે છે.

આ બધાનો કરાર ટી 20 વર્લ્ડકપ સુધીનો છે રિપોર્ટ પ્રમાણે રવિ શાસ્ત્રીએ ક્રિકેટ બોર્ડના સભ્યોને પોતાની ઇચ્છા વિશે જણાવ્યુ પણ છે.  તેમણે કહ્યું કે કરાર સમાપ્ત થયા બાદ તે ટીમ ઇન્ડિયાથી અલગ થવાનું વિચારી રહ્યા છે. સાથે જ ટીમનો બીજો સપોર્ટ સ્ટાફ આઈપીએલ ટીમ સાથે સતત સંપર્કમાં છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર,

રવિ શાસ્ત્રીના રહેતા કર્યુ સારુ પ્રદર્શન 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ક્રિકેટ બોર્ડ પણ હવે ટીમ ઇન્ડિયા માટે નવો સપોર્ટ સ્ટાફ બનાવવા માંગે છે.   રવિ શાસ્ત્રી (Ravi shastri) ડિરેક્ટર તરીકે વર્ષ 2014 માં પ્રથમ વખત ટીમ ઇન્ડિયા સાથે જોડાયા હતા. તેમનો કરાર વર્ષ 2016 સુધીનો હતો.

આ પછી, અનિલ કુંબલેને (Anil Kumble) એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા. 2017 માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના પૂર્ણકાલીન કોચ બન્યા હતા. શાસ્ત્રીના કોચ રહેતા, ભારતે ઓસ્ટ્રેલિયામાં ઘરથી દૂર ક્રિકેટ શ્રેણી જીતી અને પછી ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમી.

ભરત અરુણના બોલિંગ કૉચ રહેતા ટીમ ઇન્ડિયાનો બૉલિંગ માટે કામ કર્યુ છે જ્યારે શ્રીધરે ભારતની ફિલ્ડિંગમાં એક નવો બદલાવ લાવવાનુ કામ કર્યુ છે.  જો કે આ બધાના રહેતા. ભારત એક પણ આઈસીસી (ICC) ટાઇટલ જીતી શક્યું નથી.

2019 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં, ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં હાર મળી હતી.આ પછી, ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટ વર્લ્ડ કપ એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ હારી ગઈ. જોકે, આઈસીસી ટુર્નામેન્ટને બાદ કરતા, છેલ્લા 4 વર્ષમાં ભારતે શાસ્ત્રી અને કંપની હેઠળ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં ક્લીન સ્વીપ કર્યું હતું.

સાથે જ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વિદેશી મેદાન ઉપરાંત ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને ઘરઆંગણે હરાવી હતી.

શાસ્ત્રી એન્ડ કંપનીના કોચિંગ હેઠળ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ માત્ર મજબૂત બની નથી પરંતુ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતીને પોતાને સાબિત કરી છે.એક ટીમ માટે તેના કોચ અને કેપ્ટન વચ્ચે યોગ્ય સમન્વય હોવો ખૂબ જ જરૂરી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના જોડાણમાં આ વસ્તુ ઘણી જોવા મળી છે.

BCCI ઇચ્છે છે પરિવર્તન 

આ હોવા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હવે પરિવર્તન ઇચ્છે છે. તેમનું માનવું છે કે હવે માત્ર બદલાવ સાથે જ ટીમ આગલા સ્તર સુધી પહોંચી શકે છે અને વિશ્વ ક્રિકેટમાં અજેય ટીમ તરીકે ઉભરી શકે છે.પ્રોટોકોલ મુજબ, ટી 20 વર્લ્ડ કપ બાદ, બીસીસીઆઈ નવા હેડ કોચ માટે અરજીઓ મંગાવવામાં આવશે .

બોર્ડના કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યા છે કે રાહુલ દ્રવિડને નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવશે.દ્રવિડ હાલમાં એનસીએના(NCA)ડિરેક્ટર છે અને આ ભૂમિકા માટેનો તેમનો કરાર સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે.

 

આ પણ વાંચો : IPL: આગામી સિઝનમાં 2 નવી ટીમ સામેલ કરવાની તૈયારીઓ શરુ, 3 ખેલાડીને રિટેન કરવાની મળશે છુટ

આ પણ વાંચો :IND vs ENG: માંજરેકરે લોર્ડઝ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી રવિન્દ્ર જાડેજાને બહાર રાખતા ચર્ચા ગરમ બની

 

 

 

 

Published On - 10:23 am, Wed, 11 August 21

Next Article