Qatar Total Open: સાનિયા મિર્ઝાની મહિલા ડબલ્સ સેમિફાઇનલ્સમાં હાર, જોકે રેન્કિંગમાં સુધાર થવાની આશા

|

Mar 05, 2021 | 11:02 AM

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) ની કોરોના બાદ કોર્ટમાં વાપસી સારી રહી નથી. એક વર્ષથી વધુ સમય પછી, પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી સાનિયા મિર્ઝા હારી ગયા બાદ બહાર થઈ ગઈ હતી.

Qatar Total Open: સાનિયા મિર્ઝાની મહિલા ડબલ્સ સેમિફાઇનલ્સમાં હાર, જોકે રેન્કિંગમાં સુધાર થવાની આશા
Sania Mirza

Follow us on

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) ની કોરોના બાદ કોર્ટમાં વાપસી સારી રહી નથી. એક વર્ષથી વધુ સમય પછી, પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી સાનિયા મિર્ઝા હારી ગયા બાદ બહાર થઈ ગઈ હતી. સાનિયા અને તેની સ્લોવેનીયાની પાર્ટનર આંન્દ્રેજા ક્લેપેક (Andreja Klepac) ને ગુરુવારે કતાર ટોટલ ઓપન (Qatar Total Open) ની મહિલા ડબલ્સ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સાનિયા અને તેમની સ્લોવેનીયાની જોડીદાર ક્લેપેકને અમેરિકન નિકોલ મેલિશર અને નેધરલેન્ડની ડેમી શૂર્સ એ હાર આપી હતી. તેમની સામેની હાર બાદ ટૂર્નામેન્ટમાંથી સાનિયા અને ક્લેપેક બંને બહાર થઈ ગયા હતા. મેચ ખૂબ જ કાંટાની ટક્કર ભરી રહી હતી અને બંને વચ્ચે એક કલાક અને 28 મિનિટ સુધી કોર્ટ પર સંઘર્ષ જામ્યો હતો. ત્રણ સેટ સુધી ચાલેલી આ મેચ આખરે મેલિશર અને ડેમી શૂર્સની જોડી જીતી ગઈ હતી.

પ્રથમ સેટનો નિર્ણય ટાઇબ્રેકર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં સાનિયાને અહીં 5-7 થી હાર મળી હતી. આ પછી તેણે તેની જોડીદાર સાથે શાનદાર વાપસી કરી અને આગળનો સેટ 6-2 થી જીત્યો હતો. આમ મેચમાં બરાબરી હાંસલ કરી હતી. જોકે ત્રીજો સેટ વધુ કાંટાની ટક્કર ભર્યો બન્યો હતો. જેમાં તે અહીં જીતી શકી નહોતી. અંતમાં તેણે 5-10 થી હાર મેળવી હતી. આ સાથે જ સાનિયાનુ ફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન રોળાઇ ગયું હતુ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સાનિયા તાજેતરમાં કોવિડ-19 માંથી સ્વસ્થ થઈને ટૂર પર પરત ફરી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરી પછી ભારતીય ખેલાડીની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. તેણે આંન્દ્રેજા સાથે મળીને વિશ્વના 11 માં અને 12 માં ક્રમાંકિત ખેલાડીઓને પડકાર આપ્યો હતો. સાનિયા અને આંન્દ્રેજાને આ પ્રદર્શનથી 185 રેન્કિંગ પોઇન્ટ મળ્યા છે. આ પોઇન્ટ્સ સાથે સાનિયાની રેન્કિંગમાં સુધારો થશે. માનવામાં આવે છે કે સાનિયા ટોપ 200 માં સ્થાન મેળવશે. તે 254 થી 177 મા સ્થાને પહોંચી શકે છે.

 

Next Article