French Open: પીવી સિંધુએ શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી, આ જોડી પણ જીતી ગઈ

|

Oct 29, 2021 | 4:13 PM

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક-2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે પછી તે પોતાના પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહી છે. તે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે.

French Open: પીવી સિંધુએ શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી, આ જોડી પણ જીતી ગઈ
PV Sindhu

Follow us on

French Open:ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, ટોક્યો ઓલિમ્પિક-2020માં(Tokyo Olympics-2020) મેડલ જીત્યા બાદ તેના પ્રથમ ખિતાબની શોધમાં હતી, તેણે પેરિસમાં રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન(French Open)ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. સિંધુએ (PV Sindhu) આ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસન(Line Christopherson)ને સીધી ગેમમાં હરાવીને ફ્રેન્ચ ઓપન (French Open) બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ત્રીજી ક્રમાંકિત સિંધુએ ગુરુવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં વિશ્વ રેન્કિંગની 24મી ક્રમાંકિત ક્રિસ્ટોફરસનને 21-19, 21-9થી હરાવી હતી. આ મેચ 37 મિનિટ સુધી ચાલી હતી.

વિશ્વ ચેમ્પિયન સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં આઠમી ક્રમાંકિત થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે ટકરાશે. તેણે ગયા અઠવાડિયે ડેનમાર્ક ઓપનમાં બુસાનનને હાર આપી હતી. પાંચમી ક્રમાંકિત સાત્વિકસાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સની જોડીએ પણ એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાને 15-21, 21-10, 21-19થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય જોડી હવે ચોથી ક્રમાંકિત મલેશિયાની એરોન ચિયા અને સોહ વૂઈ યીકની જોડી સામે ટકરાશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

મેન્સ સિંગલ કેટેગરીની આ સ્થિતિ છે

મેન્સ સિંગલ કેટેગરીમાં જો કે ભારતને નિરાશા હાથ લાગી છે. આ કેટેગરીમાં સૌરભ વર્મા બીજા રાઉન્ડમાં જાપાનના કેન્ટા નિશિમોટો સામે 12-21, 9-21થી હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો. યુવા લક્ષ્ય સેને ગુરુવારે સિંગાપોરના લોહ કીન યૂ સામે આસાન જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

ડેનમાર્ક ઓપનમાં હાર મળી

સિંધુ ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક-2021(Tokyo Olympics-2020)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ તેણે રિયો ઓલિમ્પિક-2016 (Rio Olympics-2016)માં સિલ્વર મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિક બાદ સિંધુએ ડેનમાર્ક ઓપનમાંથી વાપસી કરી હતી. પરંતુ તે આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતી શકી ન હતી.

તે ડેનમાર્ક ઓપનમાં ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શકી નહોતી. તેણીને કોરિયાની એન સેઉંગ દ્વારા હાર મળી હતી. કોરિયાની ખેલાડીએ આ મેચ 11-21, 12-21થી જીતી હતી. ઓલિમ્પિક બાદ સિંધુ (PV Sindhu)એ પોતાની જાતને ફ્રેશ કરવા માટે બ્રેક લીધો હતો. તે ત્રણ મહિનાથી આરામ પર હતી. હવે આ ઓલિમ્પિક મેડલિસ્ટ (Olympic medalist)પરત ફર્યા બાદ ટ્રોફીની રાહ જોઈ રહ્યી છે.

આ પણ વાંચો : india china border : લદ્દાખની કડકડતી ઠંડી હવે ભારતીય સેનાના સૈનિકોને નહીં કરે પરેશાન, જાણો કેમ ?

Next Article