સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને દેશભરમાં પ્રશંસકોની પ્રાર્થના, જુઓ સેન્ડ આર્ટીસ્ટની દાદા માટે દુઆ

|

Jan 03, 2021 | 9:26 AM

BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (Sorav Ganguly) ને હ્ર્દયરોગનો હળવો હુમલો (Heart Attack) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. 48 વર્ષીય ગાંગુલીની હાલત સ્થિર છે અને તે કલકત્તા (Calcutta) ની સ્થાનિક હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. ગાંગુલીને હોસ્પીટલમાં દાખલ કરવાની વાતને લઇને દેશ અને દુનિયાભરમાંથી તેમના સ્વાસ્થ્યની સલામતીની પ્રાર્થનાઓ થવા લાગી […]

સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઇને દેશભરમાં પ્રશંસકોની પ્રાર્થના, જુઓ સેન્ડ આર્ટીસ્ટની દાદા માટે દુઆ
Prayer for Sourav Ganguly

Follow us on

BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (Sorav Ganguly) ને હ્ર્દયરોગનો હળવો હુમલો (Heart Attack) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. 48 વર્ષીય ગાંગુલીની હાલત સ્થિર છે અને તે કલકત્તા (Calcutta) ની સ્થાનિક હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. ગાંગુલીને હોસ્પીટલમાં દાખલ કરવાની વાતને લઇને દેશ અને દુનિયાભરમાંથી તેમના સ્વાસ્થ્યની સલામતીની પ્રાર્થનાઓ થવા લાગી હતી. ક્રિકેટના પ્રશંસકો ગાંગુલીના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવા લાગ્યા છે.

આ દરમ્યાન સેન્ડ આર્ટીસ્ટ (Sand Artist) સુદર્શન પટનાયકે (Sudarshan Patnaik) પણ પુરી બીચ પર રેતમાં સૌરવ ગાંગુલીના ચહેરા ને ઉપસાવ્યો હતો. સાથે જ તેમણે ગાંગુલીના સારા સ્વાસ્થ્ય ને લઇને પ્રાર્થના કરી હતી. રેત પર ગાંગુલીના ચહેરાને આબેહૂબ ઉપસાવ્યો હતો. જેનો વિડીયો પણ તેમણે ટ્વીટ પર કર્યો હતો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગાંગુલીને હોસ્પીટલમાં ક્રિટિકલ કેર યુનિટ (CCU) માં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે વર્ક આઉટ સત્ર ના બાદ તેમને છાતીમાં દુખાવાની ફરીયાદ ઉઠી હતી. જેને લઇને શનિવારે બપોરે ફરી થી આવી જ સમસ્યા અનુભવાતા પરિવારજનો તેમને હોસ્પિટલ લઇ ગયા હતા.

તબીબો મુજબ ગાંગુલીની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ સામે આવ્યુ છે. જેમાં એક ધમની 90 ટકા સુધી બ્લોક છે. સારવાર તેમની હાલત હાલમાં સ્થિર બની છે. ગાંગુલી હજુ પણ આવાનારા બે દિવસ માટે હોસ્પીટલમાં જ રહેશે. ડોક્ટરોએ જાણકારી આપી હતી કે, ઘરમાં જ ટ્રેડ મીલ પર દોડવા ના સમયે ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરીયાદ આવી હતી.

Next Article