Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

|

Jul 28, 2021 | 5:05 PM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં ભારતની મહિલા બોક્સરોનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મહિલા બોક્સરે તેમના મુકાબલામાં જીત મેળવી છે જ્યારે પુરુષને હાર મળી છે.

Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર
Pooja Rani won by a unanimous 5-0 decision against Ichrak Chaib

Follow us on

Pooja Rani : ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ભારતીય ખેલાડી (Indian player)નું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. જ્યારે મહિલા બોક્સરોનું પ્રદર્શન સારું રહ્યું છે. એમસી મેરીકોમ (Mary Kom) અને લવલીના બોરગોહેનની શુરઆતના મેચમાં જીત મળ્યા બાદ હવે પુજા રાની (Pooja Rani )એ પોતાના મુકાબલાની શરુઆત જીત સાથે કરી છે.

પુજાએ 28 જુલાઈના રોજ મહિલાઓના મિડિલવેટ 75 કિલોવજનના વર્ગમાં અલ્જેરિય (Algerian)ની બોક્સરને હાર આપી ક્વાર્ટર ફાઈનલ (Quarterfinal)ની ટિકીટ મેળવી છે. આ સાથે જ તે ઓલિમ્પિક મેડલથી માત્ર એક પગલું દુર છે. અત્યારસુધીમાં ભારતની ત્રણેય મહિલા બોકસરોએ જીત મેળવી છે. જ્યારે પુરુષોમાં ત્રણેય બોક્સરોની સફર પૂર્ણ થઈ છે.

ટોક્યોના કોકુઝિકાનમાં રમાઈ રહેલી બોક્સિંગની સ્પર્ધામાં પુજાની ટકકર અંતિમ 16માં અલ્જેરિય (Algerian)ની 20 વર્ષની બોક્સર ઈચરાક ચાઈબ સાથે થશે બંન્ને બોકસરોનો આ ઓલિમ્પિકમાં ડેબ્યું છે. ત્યારે 30 વર્ષની ભારતીય બોકસરે (Indian boxer)પોતાના અનુભવનો ઉપયોગ કર્યો છે. પુજાએ અલ્જેરિયની બોક્સર (Boxer)ના ત્રણેય રાઉન્ડમાં કોઈ તક આપી ન હતી. 5-0થી હાર આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુજાએ પ્રથમ બે રાઉન્ડમાં પોતાની આક્રમક રમતથી ચાઈબને દબાણ આપ્યું હતુ પરંતુ સમગ્ર મુકાબલો ખુબ આક્રમક હતો અને તેના કારણે કેટલીક વખત બંન્ને બોકસરોના પંચનો વરસાદ થયો હતો. અલ્ઝીરિયાની અનુભવી બોક્સરે પણ સારું પ્રદર્શન કર્યું હતુ પરંતુ પુજાના દમદાર પંચ થી ચાઈબાના ચેહરા પર લાગ્યા હતા. ચાઈબાએ રમતને પલટાવવાની પણ કોશિષ કરી હતી પરંતુ તેમની કોશિષ નિષ્ફળ રહી હતી અને પુજા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ હતી.

પૂજા (Pooja Rani )ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી બીજી બોકસર છે. તેની પહેલાં, મંગળવારે, લવલિનાએ પણ અંતિમ -8 માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ બંને બોકસરો પાસે હવે મેડલ સુરક્ષિત કરવાની તક છે. જો બંને ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પોતપોતાની મેચ જીતી લે છે, તો તે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે. બોક્સિંગના નિયમો અનુસાર સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ બોક્સરો બ્રોન્ઝ મેડલ જીતવાને દાવેદાર હોય છે.

આ પણ વાંચો : Tokyo Olympic 2020: મીરાબાઈનો સિલ્વર મેડલ અને સુમિતનો રેકોર્ડ, આ છે ભારત માટે શાનદાર પળ

Published On - 5:02 pm, Wed, 28 July 21

Next Article