Paternity Leave: કોહલી પર ગાવાસ્કરના સવાલોથી ભડક્યા ફેન્સ, કહ્યુ કારણ વિના ટાર્ગેટ ના કરો

|

Dec 25, 2020 | 7:48 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલીયા પ્રવાસને વચ્ચે જ છોડીને ભારત પરત ફર્યો છે. હકીકતમાં કોહલી પોતાના પ્રથમ સંતાનના જન્મને લઇને ભારત પરત ફર્યો છે. જોકે કોહલી ભારત આવતા વેંત જ મામલો જબરદસ્ત ગરમાયો છે. કારણ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) એ કોહલી પર પેટરનિટી લીવ (Paternity Leave) પર […]

Paternity Leave: કોહલી પર ગાવાસ્કરના સવાલોથી ભડક્યા ફેન્સ, કહ્યુ કારણ વિના ટાર્ગેટ ના કરો

Follow us on

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલીયા પ્રવાસને વચ્ચે જ છોડીને ભારત પરત ફર્યો છે. હકીકતમાં કોહલી પોતાના પ્રથમ સંતાનના જન્મને લઇને ભારત પરત ફર્યો છે. જોકે કોહલી ભારત આવતા વેંત જ મામલો જબરદસ્ત ગરમાયો છે. કારણ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) એ કોહલી પર પેટરનિટી લીવ (Paternity Leave) પર સવાલ ઉઠાવ્યા હતા. જેના પછી સોશિયલ મિડીયા પર કોહલીના ફેંન્સ (Kohli fans) એ ગાવાસ્કરને ટારગેટ કરી દીધુ છે. જોકે કેટલાક લોકો એ ગાવાસ્કરના પક્ષે પણ બયાન આપ્યા હતા.

વાત એમ છે કે, આગામી મહિને કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) માતા બનવાની છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા પ્રવાસને વચ્ચે જ છોડી દઇને પેટરનિટી લીવ પર પરત ભારત આવ્યો છે. જેને લઇને સુનિલ ગાવાસ્કરે નિશાના પર લેતા મોટુ બયાન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ભારતીય ડ્રેસીગ રુમમાં તમામ ખેલાડીઓને માટે અલગ અલગ નિયમ છે. ગાવાસ્કરે ટી નટરાજન (T Natarajan) નુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, આઇપીએલના દરમ્યાન તે પિતા બન્યો હતો. જોકે હજુ સુધી તે પોતાની દિકરીનો ચહેરો જોઇ શક્યો નથી. ત્યાં કોહલી ને બાળકના જન્મને લઇને અગાઉ થી જ લીવ મળી જાય છે. હવે આ મામલાને લઇને સોશિયલ મિડીયા યુઝર્સે ગાવાસ્કરને ટારગેટ કરવાનો શરુ કરી દીધા હતા. એક યુઝરે તો કહ્યુ કે કારણ વગર કોહલીને ટાર્ગેટ ના કરો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેટલાક યુઝર્સનુ કહેવુ છે કે, ગાવાસ્કર કોઇ કારણ વિના કોહલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, હું ગાવાસ્કરની વાત સાથે અસહમત છુ. કારણ કે નટરાજન કોઇ નેટ માં બોલીંગ કરવા માટે મજબૂર નથી કરતુ. અન્ય એ કહ્યુ, વિરાટ કોહલી ઇન્ડીયા પરત ફર્યો તે તેનો વ્યક્તિગત મામલો છે. ક્રિકેટ તેના જીવનનો હિસ્સો છે, ના કે જીવન. આમ પૂરા મામલામાં કોહલી પર પ્રશંસકો ભડકી ઉઠ્યા છે અને ગાવાસ્કરની આલોચન કરવા લાગ્યા છે.

https://twitter.com/perfect_indian/status/1341953395892998144?s=20

https://twitter.com/mxriaxoxo_/status/1341938345400680450?s=20

 

Next Article