પાર્થિવ પટેલનો આ વિશ્વ વિક્રમ આજે પણ છે અતૂટ, ICCએ શેર કર્યા તેના રેકોર્ડના આંકડા

|

Dec 09, 2020 | 11:33 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરીયર કંઇ ખાસ નથી રહ્યુ. પરંતુ તેમના નામે એક વિશ્વ રેકોર્ડ નોંધાયેલો છે. 9, ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પાર્થીવ પટેલે સંન્યાસ લઈ લીધાની ઘોષણા કરી હતી. પાર્થિવ 17 વર્ષની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ […]

પાર્થિવ પટેલનો આ વિશ્વ વિક્રમ આજે પણ છે અતૂટ, ICCએ શેર કર્યા તેના રેકોર્ડના આંકડા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરીયર કંઇ ખાસ નથી રહ્યુ. પરંતુ તેમના નામે એક વિશ્વ રેકોર્ડ નોંધાયેલો છે. 9, ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પાર્થીવ પટેલે સંન્યાસ લઈ લીધાની ઘોષણા કરી હતી. પાર્થિવ 17 વર્ષની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જે 18 વર્ષથી ચાલ્યો આવી રહ્યો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડાબા હાથના બેટ્સમેન પાર્થિવ પટેલે 8 ઓગષ્ટ 2002એ ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિઝ મેદાન પર ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તે સમયે પાર્થિવની ઉંમર 17 વર્ષ અને 152 દિવસની હતી. આ ડેબ્યુ સાથે જ તેણે વિશ્વ રેકોર્ડ કર્યો હતો. પાર્થિવ પટેલ આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરનો વિકેટકિપર બેટ્સમેનના રુપે રમ્યો હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેના પછી પાકિસ્તાનનો હનીફ મહંમદ છે, જે 17 વર્ષ અને 300 દિવસની ઉંમરે ટેસ્ટ મેચ ડેબ્યુ કર્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2002માં ડેબ્યુ કરનાર પાર્થિવ પટેલ 2004 સુધી સતત ભારતીય ટીમની માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. પરંતુ ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમમાં સામેલ થઈ ગયો હતો. એવામાં તેની તકો જાણે કે છીનવાઈ ગઈ હતી. પાર્થિવ પટેલના હાથમાં એક આંગળી ઓછી છે, આવામાં પણ તે વિકેટકીપર તરીકે રમી શકતો હતો. એક ઓછી આંગળી સાથે ફીલ્ડીંગ કરવી આસાન નથી હોતુ. આ જ કારણ હતુ કે તે ફક્ત વિકેટકીપર બેટ્સમેન તરીકે જ પસંદ કરાઈ શકાતો હતો.

 

સૌથી ઓછી ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનારા વિકેટકીપર

 

https://twitter.com/ICC/status/1336584167325396997?s=20

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article