Paras Mhambrey: રાહુલ દ્રવિડની નજીકનો આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો નવો બોલિંગ કોચ!

|

Oct 25, 2021 | 6:17 PM

આ દિગ્ગજ ખેલાડી લગભગ એક દાયકાથી નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલો છે અને તેને રાહુલ દ્રાવિડ (Rahul Dravid)ની નજીકનો માનવામાં આવે છે. દ્રાવિડ ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ બની શકે છે.

Paras Mhambrey: રાહુલ દ્રવિડની નજીકનો આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો નવો બોલિંગ કોચ!
Paras Mhambrey

Follow us on

Paras Mhambrey: ભૂતપૂર્વ ઝડપી બોલર પારસ મ્હામ્બરે (Paras Mhambrey) જેઓ ભારત A અને U-19 ટીમો સાથે ખૂબ જ સફળ રહ્યા છે, તેમણે સોમવારે સિનિયર ટીમના બોલિંગ કોચના પદ માટે અરજી કરી છે.

 

બીસીસીઆઈ(BCCI)ના સૂત્રોએ આ માહિતી આપી છે. લગભગ એક દાયકાથી નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા છે અને રાહુલ દ્રાવિડની નજીકના માનવામાં આવે છે. દ્રાવિડ ભારતીય ટીમ (Indian team)ના આગામી મુખ્ય કોચ બની શકે છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પારસે આજે આ પદ માટે અરજી કરી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર છે. પારસ પાસે ઘણો અનુભવ છે અને તે છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટની કોચિંગનો એક ભાગ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

BCCIના સૂત્રોએ અગાઉ સંકેત આપ્યો હતો કે દ્રાવિડ મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળવા માટે સંમત થયા છે. ટી20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. Paras Mhambreyની અરજીનો અર્થ એ છે કે તેની કોર ટીમના સભ્યો ભારતીય ટીમ સાથે કામ કરવામાં રસ ધરાવે છે. મ્હામ્બ્રેએ 1996થી 1998 વચ્ચે ભારત માટે બે ટેસ્ટ અને ત્રણ વનડે રમી છે. તેણે મુંબઈ માટે 91 ફર્સ્ટ ક્લાસ મેચમાં 284 વિકેટ લીધી છે. તેઓ રણજી ટ્રોફી (Ranji Trophy)માં બંગાળ અને બરોડાના કોચ રહી ચૂક્યા છે.

 

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: મારા પિતાનું નામ દાઉદ નથી, જ્ઞાનેશ્વર છે, સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચે હવે આરપાર, ટીવી 9 પાસે EXCLUSIVE કાગળો

 

આ પણ વાંચો : અમિત શાહે જમ્મુ -કાશ્મીરના યુવાનો સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો, સ્ટેજ પરથી બુલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડ હટાવી, કહ્યું હું ખુલીને વાત કરવા માંગુ છું

Next Article