પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરીયાએ ફરી એકવાર પીસીબીને નિશાન પર લીધુ, કહ્યું સૂર્યકુમાર, સામી અસલમ નથી કે દેશ છોડી બીજેથી રમે
પાકિસ્તાની લેગ સ્પિનર દાનિશ કનેરીયાએ ફરી એકવાર પીસીબીને નિશાન પર લીધુ છે. દાનિશ કનેરીયાએ કહ્યુ છે કે, આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને ભલે ટીમ ઇન્ડીયામાં જગ્યા ના મળી હોય પણ તે સામી અસલમ નથી કે દેશ છોડીને બીજે જતો રહે. ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ સ્પિનર્સમાંથી એક માનવામાં આવી રહેલા, કનેરીયાએ સોશિયલ મિડીયાના માધ્યમ થી પોતાની […]
પાકિસ્તાની લેગ સ્પિનર દાનિશ કનેરીયાએ ફરી એકવાર પીસીબીને નિશાન પર લીધુ છે. દાનિશ કનેરીયાએ કહ્યુ છે કે, આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને ભલે ટીમ ઇન્ડીયામાં જગ્યા ના મળી હોય પણ તે સામી અસલમ નથી કે દેશ છોડીને બીજે જતો રહે.
ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ સ્પિનર્સમાંથી એક માનવામાં આવી રહેલા, કનેરીયાએ સોશિયલ મિડીયાના માધ્યમ થી પોતાની વાત કહી હતી. કહ્યુ કે, સૂર્યકુમારને ભલે અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી મળી, પરંતુ તે ભારત છોડશે નહી. તેની પાસે આઇપીએલ ઉપરાંત બીસીસીઆઇનો સપોર્ટ છે. હવે પાકિસ્તાનની વાત લઇ લો, પોતાની યંગ ટેલેન્ટને સંભાળીને નથી રાખી શકતા. સામી અસલમ જ તેનુ ઉદાહરણ છે. તે પાકિસ્તાન છોડીને અમેરિકા ચાલ્યો ગયો. ત્યાં તે લીગ ક્રિકેટ રમનારો છે. સામી ના મામલાને પીસીબીએ દબાવી દીધો હતો. આ યુવાન બેટ્સમેનએ 13 ટેસ્ટ અને ચાર વન ડે ક્રિકેટ રમી છે. ત્યાર બાદ ટીમમાં સમાવેશ ના થયો તો પાકિસ્તાન છોડી દીધુ. સામી એક શ્રેષ્ઠ પ્લેયર છે. તે લગાતાર સારુ પ્રદર્શન કરી રહ્યો હતો. તેની સાથએ અન્યાય થયો, તેને શાન મસૂદ અને ઇમામ ઉલ હકની જેમ તકો ના આપી.
કનેરીયાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલો ખરાબ વર્તાવ કરે છે કે ખેલાડી પોતાનુ ઘર અને દેશ છોડી જઇ રહ્યો છએ. સૂર્યકુમારને સ્કોટ સ્ટાયરિસ એ ન્યુઝીલેન્ડ તરફ થી રમવાની ઓફર આપી હતી. પરંતુ તેની ફેંચાઇઝી અને બોર્ડ ની સાથે ઉભા રહી ગયા. તેને ભારત છોડવાની જરુર નથી.
મને પોતાને પણ આ પ્રમાણે ઓફર મળી હતી, પરંતુ મે કબુલ નહોતી કરી. કનેરીયાએ 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ લીધી હતી. તેને સ્પોટ ફિક્સીંગ મામલે કેટલાક ખેલાડીઓ સાથે પ્રતિબંધીત કરી દેવાયો હતો. બાકીના ખેલાડીઓ પર પ્રતિબંધ હટી ગયો, પરંતુ દાનિશ પર નથી હટ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો