PAK vs RSA: વાસિમ જાફરને જવાબ આપવા જતા પાકિસ્તાની સ્પોર્ટસ ચેનલ ટ્રોલ, જાણો શું હતો મુદ્દો

|

Jan 29, 2021 | 12:55 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વાસિમ જાફર (Wasim Jaffer) છેલ્લા કેટલાક સમય થી સોશિયલ મિડીયા પર ખૂબ પ્રવૃત્ત રહે છે. વાસિમ સોશિયલ મિડીયા દ્રારા ટીમ ઇન્ડીયાના ને સિક્રેટ મેસેજ આપે છે, તો ક્યારેક મેમે શેર કરે છે કે જે વાયરલ થઇ જાય છે.

PAK vs RSA: વાસિમ જાફરને જવાબ આપવા જતા પાકિસ્તાની સ્પોર્ટસ ચેનલ ટ્રોલ, જાણો શું હતો મુદ્દો
Wasim Jaffer

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વાસિમ જાફર (Wasim Jaffer) છેલ્લા કેટલાક સમય થી સોશિયલ મિડીયા પર ખૂબ પ્રવૃત્ત રહે છે. વાસિમ સોશિયલ મિડીયા દ્રારા ટીમ ઇન્ડીયાના ને સિક્રેટ મેસેજ આપે છે, તો ક્યારેક મેમે શેર કરે છે કે જે વાયરલ થઇ જાય છે. હાલમાં જ વાસિમ જાફરે પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમને લઇને એક ટ્વીટ કર્યુ હતુ જેની પર પાકિસ્તાની સ્પોર્ટસ ચેનલ પીટીવી સ્પોર્ટસ (PTV Sports) એ જવાબમાં કંઇક લખ્યુ. પછી તો વાસિમ જાફરે પાકિસ્તાનની સ્પોર્ટસ ચેનલને એવી રીતે ટ્રોલ કરી કે આખરે ચેનલે ટ્વીટ જ ડીલીટ કરી દેવી પડી હતી.

https://twitter.com/WasimJaffer14/status/1354404415076069379?s=20

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

દક્ષિણ આફ્રિકાની સામે કરાંચી નેશનલ સ્ટેડિયમમાં હાલમાં ટેસ્ટ મેચ (Karachi Test) રમાઇ રહી છે. જે દરમ્યાન ફવાદ આલમે શતક લગાવ્યુ હતુ. જેની પર વાસિમ જાફરે પોતાનુ એક વર્ષ જુનુ ટ્વીટ શેર કરતા ફવાદની ખુબ તારીફ કરી હતી. વાસિમ એ ખૂબ પહેલા જ ટ્વીટર પર લખ્યુ હતુ કે, તેમને એ જોઇને હેરાની થાય છે કે, પાકિસ્તાની ટીમમાં ફવાદને સ્થાન કેમ નથી મળતુ. વાસિમ જાફરના તારીફ વાળા ટ્વીટ પર PTV સ્પોર્ટ્સ એ જવાબમાં લખ્યુ હતુ કે, વાસિમ આપના આ ટ્વીટ માટે શુક્રિયા.

https://twitter.com/WasimJaffer14/status/1354404415076069379?s=20

 

વાસિમ જાફરે પણ તે ટ્વીટના જવાબમાં લખ્યુ કે, આપનુ સ્વાગત છે, મને ખ્યાલ નહતો કે PTV સ્પોર્ટસનુ ટ્વીટર હેન્ડલ ફવાદ આલમ ચલાવી રહ્યા છે. જાફરના આ ટ્વીટ બાદ PTV સ્પોર્ટસને લોકોએ ખૂબ ટ્રોલ કરવુ શરુ કરી દીધુ હતુ. આખરે PTV એ પોતાનુ ટ્વીટ હટાવી લેવુ પડ્યુ હતુ. વાસિમ જાફરના ટ્વીટ પર ફેન્સ દ્રારા કેવી મજા લેવાઇ જુઓ.

Published On - 12:54 pm, Fri, 29 January 21

Next Article